સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ૨૫ વર્ષ વયમર્યાદા દૂર કરાઈ
અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયોમાં વયમર્યાદા દૂર કરવા સરકારનો ઠરાવ
અમદાવાદ
વિદ્યાર્થીઓના
વિરોધને પગલે અંતે સરકારે સમરસ હોસ્ટેલોમાં પ્રવેશ માટે નક્કી કરાયેલી ૨૫ વર્ષ
વયમર્યાદા દૂર કરી દીધી છે.આ માટે સરકારે ઠરાવ કરી આ નિર્ણય જાહેર કર્યો છે.જો કે
બાકીની તમામ શરતો યથાવત રખાઈ છે.
અનુસૂચિત
જાતિના સરકારી છાત્રાલયોમાં અભ્યાસક્રમવાર નક્કી થયેલા પ્રવેશ ધોરણો અને પ્રવેશના
નિયમોમાં ૨૫ વર્ષની વયમર્યાદા રાખવામા આવી હતી.૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને
પ્રવેશ ન આપવાનું જાહેર કરાયુ હતુ.જો કે આ બાબતે ઉગ્ર વિરોધ થતા અને સમાજ કલ્યાણ
મંત્રીને રજૂઆત કરાતા અંતે ૨૫ વર્ષની વયમર્યાદા દૂર કરી દેવાઈ છે.
જ્યારે પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીને પ્રવેશ ન આપવા સહિતની અન્ય તમામ શરતો યથાવત રાખવામા આવી છે.રાજ્યની અમદાવાદ સિવાયની સરકારની સમરસ હોસ્ટેલોમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૃ કરી દેવાઈ છે.