Get The App

યુનિ.ઓના કુલપતિઓની સત્તા પર સરકારે કાપ મુક્યો

મહત્વની નિમણૂંકો અને નાણાકીય બાબતો માટે હવે સરકારની મંજૂરી યુનિ.ઓએ લેવી પડશે

Updated: Nov 10th, 2021


Google News
Google News
યુનિ.ઓના કુલપતિઓની સત્તા પર સરકારે કાપ મુક્યો 1 - image

અમદાવાદ

સરકારી યુનિ.ઓમાં સરકારની ગ્રાન્ટના થતા દૂરુપયોગ અને આર્થિક ગોટાળાની વધતી ફરિયાદોને પગલે સરકારે યુનિ.ઓના કુલપતિઓની સત્તા પર કાપ મુક્યો છે.તાજેતરમાં શિક્ષણ વિભાગે તમામ સરકારની યુનિ.ઓના કુલપતિઓને પરિપત્ર કરીને મહત્વની નિમણૂંકો તેમજ નાણાકીય બાબતો માટે સરકારની મંજૂરી લેવા આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગે તમામ સરકારી યુનિ.ઓને પરિપત્ર કરીને કુલપતિઓને આદેશ આપ્યો છે કે યુનિ.ઓમાં હોદ્દાની રૃએ મળેલ અધિકારથી આપવામા આવતી સેનેટ- સીન્ડીકેટ કે અન્ય જગ્યા કે પદ માટેની નિમણૂંકો સંબંધી પ્રક્રિયા હાથ ધરતા પહેલા સરકાર સાથે પરામર્શ કરવામા આવે. આ ઉપરાંત સરકાર તરફથી મળતી ગ્રાન્ટ સિવાય યુનિ.ના પોતાના કે અન્ય ભંડોળમાંથી પગાર ભથ્થાનો ખર્ચ નાખી કરવામા આવતી કરાર આધારિત કે એડહોક પ્રકારની તમામ ભરતી પ્રક્રિયામાં પણ સરકારની મંજૂરી લેવાની રહેશે.

 સરકારની પૂર્વ મંજૂરી મળી ગયેલ હોય કે વિશેષ અદાજપત્રીય જોગવાઈ કરવામા આવેલ હોય અને વહિવટી મંજૂરી આપવમા આવી હોય તેવા કિસ્સામાં સરકાર સાથે પૂર્વ પરામર્શમાંથી મુક્તિ આપવામા આવે છે. જો મોટું આર્થિક હિત સંકળાયેલ હોય તેવી કોઈ મહત્વની બાબત યુનિ.માં નક્કી કરવાની હોય અને નાણાકીય બાબતોમાં નિર્ણય લેવાનો હોય ત્યારે સરકાર સાથે ચર્ચા કરવાની રહેશે.મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયમાં સરકારી યુનિ.ઓમાં આર્થિક ગોટાળાની અનેક ફરિયાદો વધી છે અને હાલ તકેદારી આયોગમાં ઘણી ફરિયાદો પેન્ડિંગ છે,જેની તપાસો પણ ચાલી રહી છે.

Tags :
VCsstate--universities

Google News
Google News