Get The App

લવજેહાદ : ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડશિપ કરી તરૂણીને ભગાડી નિકાહ કર્યા

Updated: Dec 28th, 2021


Google News
Google News
લવજેહાદ : ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડશિપ કરી તરૂણીને ભગાડી નિકાહ કર્યા 1 - image


કબીરખાન નામથી ફસાવનાર પાલનપુરના રિયાઝ મેમણની ધરપકડ

પરીણિત રિયાઝે વસ્ત્રાપુરથી ભગાડી નારણપુરાની તરૂણીને ધર્મ પરિવર્તન કરાવી શાદી કરી : બિભત્સ ફોટા પાડી બ્લેકમેઇલિંગ

અમદાવાદ : કબીરખાન નામધારી યુવક ઈન્સ્ટાગ્રામ પર ત્રણ વર્ષથી ફ્રેન્ડશીપ કરી નારણપુરાની 18 વર્ષની તરૂણીનું અપહરણ કરી ગયો. જયપુરમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ પઢીને થરાદ પાસેના ગામમાં રાખવામાં આવી હતી. નારણપુરામાં રહેતી 18 વર્ષની કોલેજ ગર્લનું અપહરણ હિમાલયા મોલ પાસેથી કરાયું હોવાથી વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

વસ્ત્રાપુર પોલીસ તપાસ બાદ મુળ પાલનપુરના કબીરખાન નામ ધારણ કરનાર રિયાઝ મેમણને ઝડપી લઈ તરૂણીને અમદાવાદ લાવી છે. બિભત્સ ફોટા પાડી તરૂણીને બ્લેકમેઈલ કરી ગોંધી રાખી હતી. નારણપુરામાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તરૂણીએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ત્રણ વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર કબીરખાન નામના યુવક સાથે ફ્રેન્ડશીપ થઈ હતી.

પાલનપુરનો કબીરખાન સંપર્કમાં આવ્યા પછી સતત ચેટિંગ થતાં તે ચારથી પાંચ વખત અમદાવાદ આવ્યો હતો અને હિમાલયા મોલ પાસે મળ્યાં હતાં. ગત તા. 11ના રોજ કબીરખાન અમદાવાદ આવ્યો હતો અને તરૂણીને હિમાલયા મોલ પાસેથી ભગાડી ગયો હતો. તરૂણીને ભગાડી જવાયા અંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વસ્ત્રાપુરના પી.આઈ. એસ.જી. ખાંભલા અને ટીમે તરૂણીની બહેનપણીઓની પૂછપરછ કરતાં એક યુવક સાથે ફ્રેન્ડશીપ અને હિમાલયા મોલ પાસે આ યુવકને મળ્યાની વિગતો મળી હતી. તા. 11ના સીસીટીવી તપાસતાં એક બાઈક ઉપર અમદાવાદની તરૂણી અજાણ્યા યુવક અને બાઈકસવાર સાથે જતાં જોવા મળ્યાં હતાં.

બાઈકનંબરના આધારે તપાસ કરતાં તરૂણીને પાલનપુરનો રિયાઝ રફીકભાઈ મેમણ (ઉ.વ. 21) ભગાડી ગયાની જાણ થઈ હતી. પોલીસને રિયાઝના નંબર મળ્યાં હતાં. ટેકનિકલ સર્વેલન્સના આધારે વસ્ત્રાપુર પોલીસે થરાદ પાસેના દૂધવા ગામમાંથી તરૂણી અને રિયાઝ મેમણને ઝડપી પાડયા હતા. વિધીવત ફરિયાદ નોંધી રિયાઝની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે, અમદાવાદથી બસમાં પહોંચેલા રિયાઝે તેના મિત્ર ઝૂબેરની મદદથી જયપુરમાં ધર્મપરિવર્તન કરીને નિકાહ પઢ્યા હતા. આ પહેલા તરૂણીના નગ્ન ફોટા મેળવી લઈ તે વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાધ્યા હતા. શારીરિક સંબંધ બાંધ્યાનો વિડિયો ઉતારી તરૂણીને બ્લેકમેલ કરવામાં આવી હતી.

ઝૂબેરે માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી તરૂણીની સહિ ડોક્યુમેન્ટસ પર લઈ લીધી હતી. પાલનપુરામા ંજુના વાહન લે-વેચ કરતી દુકાનમાં કામ કરતા રિયાઝ ઉર્ફે કબીરખાને ગત માર્ચ મહીનામાં જ પોતાના સમાજમાં જ નિકાહ રચ્યા હતા. આ પછી અમદાવાદની તરૂણી સાથે પ્રેમનો પ્રપંચ રચીને તેને ભગાડી ગયો હતો.

ચોંકાવનારી બાબત એ છે કે, રિયાઝના પરિવારને તેના આ કારસ્તાનની ખબર ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.  દુધવા ગામે ખોટી વિગતો આપી મકાન મેળવીને રહેતા રિયાઝને તરૂણી સાથે ઝડપી લેવાયા છે. રિયાઝના રિમાન્ડ મેળવવા વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
girl-ran-awayInstagram-friendship

Google News
Google News