Get The App

ગાંધીનગર પોલીસ દ્વારા RDC એચ એમ જાડેજાની પુછપરછ કરવામાં આવી

પૂર્વ કલેક્ટર એસ કે લાંગાનો ભ્રષ્ટ્રાચારનો મામલો

એસ કે લાંગા વિરૂદ્વ ગોધરામાં પણ ખોટા ખેડૂત પ્રમાણપત્ર અને જમીન એનએ કરવાની ફરિયાદ નોંઘાઇ હતી

Updated: Jul 16th, 2023


Google NewsGoogle News
ગાંધીનગર પોલીસ દ્વારા RDC એચ એમ જાડેજાની પુછપરછ કરવામાં આવી 1 - image

,રવિવાર

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની પુછપરછમાં ગાંધીનગર  પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં તેના વિરૂદ્વ વર્ષ ૨૦૨૨માં ગોધરામાં નોંધાયેલા ગુનામાં તેને જામીન મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવી નહોતી. પરંતુ, ગાંધીનગરમાં ગુનો નોંધાયા બાદ પોતે ભાગેડું નથી તે સાબિત કરવા માટે બે વાર હાજરી નોંધાવી ચુક્યો  હતો. બીજી તરફ રવિવારે આ કેસના અન્ય આરોપી  ગાંધીનગરના તત્કાલિન અધિક નિવાસી કલેક્ટર એચ એમ ઝાલાની પુછપરછ કરવામાં આવી હતી. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને નિવૃત સનદી અધિકારી એસ કે લાંંગા વિરૂદ્વ ભ્રષ્ટાચારનો ંગંભીર આરોપસર ગાંધીનગરમાં ગુનો નોંધાયો હતો. બે મહિના સુધી ફરાર લાંગાને માઉન્ટ આબુથી ઝડપીને ગાંધીનગર પોલીસે તેના ૧૭ તારીખ સુધીના રિમાન્ડ મેળવીને પુછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસને તેણે આચરેલા કૌભાંડને લઇને અનેક વિગતો મળી છે. સાથે સાથે એવી પણ માહિતી પ્રાપ્ત થઇ છે કે લાંગાએ માત્ર ગાંધીનગરમાં જ નહી પણ ફરજના અન્ય સ્થળોએ પણ બેફામ ભ્રષ્ટ્રાચાર આચર્યો હતો. જે અનુંસંધાનમાં ગોધરાના બી ડિવીઝન  ુાપોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્વ વર્ષ ૨૦૨૨માં ગુનો નોંધાયો હતો. જેમાં દર મહિને પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની શરતે આગોતરા જામીન મળ્યા હતા. પણ જામીન મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી નહોતી. પરંતુ, ગાંધીનગરમાં ગુનો નોંધાતા તે ભાગેડુ નથી તેવું સાબિત કરવાના ઇરાદાથી મે અને જુન મહિનામાં ગોધરાના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાતના સમયે હાજરી નોંધાવવા માટે ગયો હતો. હવે સોમવારે તેના રિમાન્ડ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આ કેસમા કેટલીક  મહત્વની બાબતો અંગે તપાસ કરવાની બાકી હોવાથી પોલીસ વધુ રિમાન્ડ માટે અરજી કરી શકે છે. આ કેસમાં લાંગા ઉપરાંતતત્કાલિન ચીટનીશ  કે ટી મેણાત અને અધિક નિવાસી કલેક્ટર એચ એમ જાડેજા વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. જે અનુસંધાનમાં એસઆઇટીએ શનિવારે આખો દિવસ ચીટનીશ મેણાતની પુછપરછ કરી હતી . જ્યારે રવિવારે અધિક નિવાસી કલેક્ટર એચ એમ જાડેજાની પુછપરછ કરવામાં આવી હતી.  જે બાદ હવે તત્કાલિન ચીટનીશ અને અધિક નિવાસી કલેક્ટરની ધરપકડની શક્યતા છે.


Google NewsGoogle News