Get The App

ગાંધીનગર ૧૨.૯ ડિગ્રીમાં ઠુંઠવાયું, અમદાવાદમાં ૧૪.૨

-૧૦ શહેરમાં લઘુતમ તાપમાન ૧૭થી નીચું

-અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News

અમદાવાદ,રવિવાર

ગુજરાતમાંં ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. ગાંધીનગરમાં ૧૨.૯ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ૧૪.૨ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.

અમદાવાદમાંં ૧૪.૨ ડિગ્રી સાથે બે વર્ષ બાદ નવેમ્બર માસમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અગાઉ ગત વર્ષે ૨૮ નવેમ્બરના ૧૪.૩ ડિગ્રી સાથે નવેમ્બર માસની સૌથી ઠંડી રાત રહી હતી. આ સિવાય ૪ નવેમ્બર ૨૦૧૮ના ૧૪.૨, ૨ નવેમ્બર ૨૦૧૯ના ૧૬.૨, ૧૬ નવેમ્બર ૨૦૨૦ના ૧૨.૮ ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.

અમદાવાદમાં ડબલ સીઝનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આજે દિવસ દરમિયાન ૩૨.૨ ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. રાજ્યના ૧૦ શહેરમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૭થી નીચે નોંધાયો હતો. જેમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત જુનાગઢ, અમરેલી, વડોદરા, પોરબંદર, ડીસા, પાટણ, નલિયા, ભાવનગરનો સમાવેશ થાય છે.

 

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેર          તાપમાન

ગાંધીનગર      ૧૨.૯

અમરેલી        ૧૪.૦

જુનાગઢ        ૧૪.૦

અમદાવાદ     ૧૪.૨

વડોદરા        ૧૫.૪

પોરબંદર       ૧૬.૦

ડીસા           ૧૬.૨

પાટણ          ૧૬.૨

નલિયા        ૧૬.૪

ભાવનગર     ૧૬.૬

રાજકોટ       ૧૭.૦

કંડલા        ૧૮.૬

સુરત         ૧૮.૦

ભૂજ          ૧૮.૯

 


Google NewsGoogle News