Get The App

યુએસ ડોલરમાં ટ્રેડ કરીને ઉંચા વળતરની લાલચમાં ૩૦ લાખ ગુમાવ્યા

ખાનગી કંપનીમાં કામ કરતા મેનેજર સાથે છેતરપિંડી

લોગઇન આઇડી દ્વારા તબક્કા વાર રોકાણ કરાવીને જમા થયેલા નાણાં પરત મેળવવા માટે ટેક્ષના નાણાં માગ્યા

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
યુએસ ડોલરમાં ટ્રેડ કરીને ઉંચા વળતરની લાલચમાં ૩૦ લાખ ગુમાવ્યા 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના વેજલપુરમાં રહેતા અને જાણીતી કંપનીમા મેનેજર તરીકે ફરજ વ્યક્તિએ યુ એસ ડોલરમાં ટ્રેડિંગ કરીને ઉંચા વળતરની લાલચમાં આવીને નાણાં કમાવવા જતા ૩૦ લાખ ગુમાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરનાના વેજલપુરમાં આવેલા વિનસ પાર્ક લેન્ડમાં રહેતા સંદીપ ફડિયાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી પ્રિયા અગ્રવાલ નામની મહિલાનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મહિલાએ સંદીપભાઇને યુએસ ડોલરમાં ટ્રેડિંગ કરીને ઉંચા વળતર સાથે નાણાં કમાવવાની ઓફર આપી હતી. જેથી વિશ્વાસ કરીને તેમણે એક લાખ રૂપિયા આપીને આઇડી ખોલાવ્યું હતું. જેમાં તેમને ૭૦ હજારનો નફો થયાનો મેસેજ આવ્યો હતો. જેથી વધુ કમાવવાની લાલચમાં આવીને ૩૦ લાખ જેટલી રકમ  અલગ અલગ સમયે જમા કરાવી હતી. આ રોકાણમાં તેમને ઓનલાઇન ખુબ મોટી રકમનો પ્રોફિટ જોવા મળ્યો હતો. જેથી તેમણે પ્રિયા અગ્રવાલને તેણે કરેલો નફો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. પરંતુપ્રિયા અગ્રવાલના નામે વાત કરતી વ્યક્તિએ નફા નાણાં પરત મેળવવા માટે ટેક્સ પેટે રૂપિયા ૧૮.૬૦ લાખની બીજી રકમ ભરવાનું કહ્યું હતું. જેથી  સંદીપભાઇને શંકા જતા તપાસ કરી હતી. જેમાં તેમની સાથે છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 


Google NewsGoogle News