Get The App

પૂર્વ IAS મહેન્દ્ર પટેલને શિરપાવ ભાજપ પ્રદેશ ઉપપ્રમુખપદ અપાયું

- સી.આર.પાટીલને સુરતના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલ સાથે ઘરોબો

- પ્રવક્તા ભરત પંડયા-પ્રશાંત વાળાની બાદબાકી, IT સેલમાંથી પંકજ શુકલને પડતાં મૂકાયાં, યમલ વ્યાસ મુખ્ય પ્રવક્તાપદે

Updated: Jan 12th, 2021

GS TEAM


Google News
Google News
પૂર્વ IAS મહેન્દ્ર પટેલને શિરપાવ ભાજપ પ્રદેશ ઉપપ્રમુખપદ અપાયું 1 - image


અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર

સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનું આગમન થઇ રહ્યુ છે ત્યારે ભાજપના પ્રદેશ માળખામાં વધુ નિમણૂંકો કરાઇ છે. સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂકેલા પૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને નજીકનો ઘરોબો રહ્યો છે. 

નિવૃત થયા બાદ પણ મહેન્દ્ર પટેલને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. ભાજપ સરકારની ગુડબુકમાં રહેલાં મહેન્દ્ર પટેલને આખરે પ્રદેશ ઉપપ્રમુખ પદ આપીને પાટીલે રાજકીય દોસ્તી નિભાવી છે. 

લાંબા સમય બાદ ભાજપ પ્રદેશ માળખામાં નિમણૂંકો આપી પાટીલે પોતાની ટીમ સુજ્જ કરી છે. પ્રદેશ માળખામાં આજે મહેન્દ્ર પટેલ અને ડો.ભરત બોઘરાની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

પૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અમદાવાદમાં ડે.કમિશ્નર ઉપરાંત કચ્છ અને સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યાં છે. એવી ચર્ચા છેકે, સુરતમાં મહેન્દ્ર પટેલ કલેક્ટર તરીકે હતા તે વખતે સી.આર.પાટીલ સાથે ઘરોબો કેળવાયેલો હતો. આ જ મહેન્દ્ર પટેલ છેલ્લા કેટલાંય વખતથી સક્રિય રાજકારણમાં આવવા તલપાપડ હતાં.

ઉંઝામાં આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ તે વખતે મહેન્દ્ર પટેલે ભાજપની ટીકીટ મેળવી ઉંઝા બેઠક પરથી ચૂંટણી લડવા ઘણાં ધમપછાડા કર્યા હતાં પણ સૃથાનિક રાજકીય સમીકરણ બંધ ન બેસતાં ભાજપે ટિકીટ આપી ન હતી. આખરે નિવૃતિ બાદ ઉપપ્રમુખ પદ આપી પાટીલે મહેન્દ્ર પટેલને પોતાની ટીમમાં સમાવ્યાં છે. પ્રદેશ મંત્રી તરીક જયશ્રીબેન દેસાઇને જવાબદારી અપાઇ છે.

આ તરફ, પાટીલે મિડીયા ટીમમાં ધરખમ ફેરફાર કર્યા છે. મુખ્ય પ્રવક્તા ભરત પંડયા અને પ્રશાંત વાળાની બાદબાકી કરાઇ છે.  મુખ્ય પ્રવકતા તરીકે યમલ વ્યાસની નિમણૂંક કરાઇ છે જયારે મિડીયા કન્વિનર તરીકે યજ્ઞોશ દવે,સહ કન્વિનર તરીકે કિશોર મકવાણાની  નિયુક્તિ થઇ છે. છેલ્લા કેટલાંય વખતથી આઇટી સેલ પર કબજો જમાવીને બેઠેલાં પંકજ શુકલને પડતાં મૂકાયાં છે. નિખિલ પટેલને આઇટી વિભાગ સોંપાયો છે. સિધૃધાર્થ પટેલ અને મનન દાણીને સોશિયલ મિડીયાની જવાબદારી સોંપવામાં આવી છે.

Tags :