Get The App

કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિનેશ શર્માએ પ્રચારની જવાબદારી સંભાળી

દિનેશ શર્માને ભાજપના મહિલા ઉમેદવારની પ્રચારની કમાન સોંપી

પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાનો રેકોર્ડ તોડે તે ટાર્ગેટથી ચૂંટણી પ્રચાર શરૂ કરાયો

Updated: Nov 21st, 2022


Google NewsGoogle News
કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિનેશ શર્માએ  પ્રચારની જવાબદારી સંભાળી 1 - image

અમદાવાદ

ઠક્કરનગર વિધાનસભાની બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર અને હાલ કાઉન્સીલર કંચનબેન રાદડીયાને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસ સગાવાદનો મુદ્દો ઉભો કરીને પ્રચાર શરૂ કર્યો છે. પરંતુ, ભાજપે હવે કોંગ્રેસના આ મામલે માત આપવા માટે કોંગ્રેસમાંથી નવ  મહિના પહેલા ભાજપમાં આવેલા નેતા દિનેશ શર્માને પણ ભાજપના મહિલા ઉમેદવારની પ્રચારની કમાન સોંપી છે.  જેના કારણે ઠક્કરનગરમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. દિનેશ શર્મા ેસમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે. ત્યારે ઠક્કરનગર વિધાનસભામાં ભાજપને હવે કોંગ્રેસનો ડર નથી એવો દાવો સ્થાનિક કાર્યકરોએ કર્યો છે. પરંતુ, હવે પૂર્વ ધારાસભ્ય  વલ્લભ કાકડીયાનો રેકોર્ડ તોડે તે ટાર્ગેટથી ચૂંટણી પ્રચાર શરૂ  કરાયો છે.


Google NewsGoogle News