બેવડી ઋતુના વાતાવરણને પગલે અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં વાઈરલ ફીવરના એક હજારથી પણ વધુ કેસ

ડેન્ગ્યુ ઉપરાંત ચીકનગુનીયા, શરદી તથા ખાંસીના દર્દીઓની સંખ્યામાં વધારો

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News

       બેવડી ઋતુના વાતાવરણને પગલે અમદાવાદની સોલા સિવિલમાં  એક સપ્તાહમાં વાઈરલ ફીવરના એક હજારથી  પણ વધુ કેસ 1 - image

 અમદાવાદ,ગુરુવાર,18 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ બેવડી ઋતુના વાતાવરણને પગલે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થવા પામ્યો છે.સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાઈરલ ફીવરના એક હજારથી પણ વધુ કેસ નોંધાયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.આ ઉપરાંત ડેન્ગ્યુ,ચીકનગુનીયા તેમજ શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.

દિવાળી પર્વ બાદ શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થવા પામ્યો છે.ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની તથા સરકારી હોસ્પિટલોમાં ઓ.પી.ડી.માં સારવાર તેમજ નિદાન માટે આવતા દર્દીઓની સંખ્યા વધવા પામી છે.સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૧,ચીકનગુનીયાના ૧૭ અને વાઈરલ ફીવરના ૧૦૪૨ દર્દીઓએ ઓ.પી.ડી.માં સારવાર લીધી છે.સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ,સાણંદ,બાવળા અને બગોદરા સહીતના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે પહોંચતા હોય છે.


Google NewsGoogle News