Get The App

રીક્ષામાં સ્ટંટ કરનાર વધુ એક વ્યક્તિ સામે કાર્યવાહી

એક જ સપ્તાહમાં ત્રણ જેટલા ગુના નોંધવામાં આવ્યા

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
રીક્ષામાં સ્ટંટ કરનાર વધુ એક વ્યક્તિ સામે કાર્યવાહી 1 - image

અમદાવાદ, સોમવાર

અમદાવાદમાં રીક્ષા અને  અન્ય વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકનારાઓ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક જ સપ્તાહમાં ત્રણ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સોમવારે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી હતી. સોશિયલ મિડીયામાં અક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રીક્ષાને જોખમી રીતે ચલાવીને સ્ટંટ કરવામાં આવતા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા આ વિડીયો લાંભા-વટવા રોડનો હતો. રીક્ષા નંબરને આધારે મોહમંદ શેખ (રહે. નવાપુરા,જૈન આશ્રમ પાસે, વટવા)ની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ અગાઉ એક કિન્નર તેના મિત્ર સાથે સ્કૂટર પર બેસીને  વાંધાજનક હરકત કરતો મળી આવ્યો હતો.  તેમજ અન્ય એક રીક્ષાચાલક સામે સ્ટંટ કરવા અંગે કાર્યવાહી થઇ હતી.


Google NewsGoogle News