Get The App

એ.એમ.ટી.એસ.ને દિવાળીના તહેવાર ફળ્યા,પાંચ દિવસમાં ૪૪ લાખથી વધુ આવક થવા પામી

નવ લાખથી વધુ પેસેન્જરોએ મ્યુનિસિપલ બસ સર્વિસમાં મુસાફરીનો લહાવો લીધો

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News

     એ.એમ.ટી.એસ.ને દિવાળીના તહેવાર ફળ્યા,પાંચ દિવસમાં ૪૪ લાખથી વધુ આવક થવા પામી 1 - image

  અમદાવાદ,બુધવાર,10 નવેમ્બર,2021

વીતેલા વર્ષમાં પુરા થયેલા દિવાળીના તહેવારોએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સેવામાં નવો પ્રાણ સિંચવાનું કામ કર્યુ છે.પાંચ દિવસમાં  એ.એમ.ટી.એસ.ની બસમાં નવ લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરતા નવ લાખથી વધુની આવક તંત્રને થવા પામી છે.

વર્ષ-૨૦૨૦માં કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી મ્યુનિ.બસ સેવાને બંધ રાખવાની ફરજ પડી હતી.આ વર્ષે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા તહેવાર સમયે આપવામાં આવેલી વ્યાપક મુકિતને કારણે શહેરીજનો પણ બહાર નીકળતા થયા છે.

એ.એમ.ટી.એસ.ચેરમેન વલ્લભભાઈ પટેલની મળેલી પ્રતિક્રીયા મુજબ,ધનતેરસના દિવસે શહેરના વિવિધ રૃટ ઉપર ૫૭૩ બસ દોડાવવામાં આવતા ૨.૩૨ લાખ પેસેન્જરોએ બસ સેવાનો લાભ લેતા  રુપિયા ૧૩૪૭૯૧૦ જેટલી આવક થઈ હતી.કાળી ચૌદશના દિવસે ૫૭૩ બસોમાં ૨.૧૭ લાખ પેસેન્જર મળતા રુપિયા ૧૨૬૪૬૨૫ આવક થઈ હતી.દિવાળીના દિવસે ૫૨૧ બસમાં ૧.૫૮ લાખ મુસાફરોએ મુસાફરી કરતા તંત્રને રુપિયા ૯૫૬૩૯૦ની આવક થઈ હતી. બેસતા વર્ષના દિવસે ૪૯૯ બસમાં ૧.૪ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.જેના કારણે તંત્રને રુપિયા  ૮૨૯૭૬૧ જેટલી આવક થઈ હતી.ભાઈબીજના દિવસે ૫૦૯ બસમાં ૧.૬૫ લાખ પેસેન્જરોએ  મુસાફરી કરતા એ.એમ.ટી.એસ.ને રુપિયા ૯૭૯૯૪૭ આવક થવા પામી હતી.


Google NewsGoogle News