મને બધી વાતનું સુખ છે, માત્ર રાતનું સુખ નથી મળતું, જે તુ મને આપીશ?

લંપટ સસરાએ દીકરી સમાન પુત્રવધુ પર નજર બગાડીને કહ્યું

પરિણીતાએ વાત તેના સાસુ અને પતિને જણાવી છતાય, તેમણે સમગ્ર વાતને સામાન્ય ગણાવીને તેને જ પિયર મોકલી આપીઃ મહિલા પોલીસે ગુનો નોંધ્યો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
મને બધી વાતનું સુખ છે, માત્ર રાતનું સુખ નથી મળતું, જે તુ મને આપીશ? 1 - image

અમદાવાદ, રવિવાર

શહેરના વાસણા વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે તેના સસરાએ તેની સાથ અંગત વાતો કરીને માનસિક રીતે પરેશાન કરતા હતા.બાદમાં  તમામ હદ વટાવીને પુત્રવધુને જણાવ્યું હતું કે તેમને બધી વાતનું સુખ છે, માત્ર રાતનું સુખ નથી.    અને બાદમાં તેની સાથે શારિરીક સંબધ બનાવવાનું કહ્યું હતું.  સૌથી ચોંકાવનારી બાબત એ હતી આ મામલે યુવતીેએ તેના પતિ અને સાસુને  ફરિયાદ કરતા તેમણે પણ કોઇ નક્કર પગલા ભર્યા નહી અને પતિ યુવતીને તેના પિયરમાં મુકીને જતો રહ્યો હતો.  આ અંગે યુવતીે પોલીસ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર બનાવની વિગત એવી છે કે વાસણામાં રહેતી ૨૪ વર્ષીય યુવતીના લગ્ન ગત૧૪મી ફેબુ્રઆરીના રોજ મહેસાણા જિલ્લાના કડીના એક ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે રાજસ્થાન ફરવા માટે ગયા ત્યારે યુવતીના સસરાએ પણ તેમની સાથે આવવાની વાત કરી હતી. પરંતુ, બાદમાં આવ્યા નહોતા. જો કે આ વાતને સામાન્ય ગણી હતી.  યુવતીના પતિ જ્યારે નોકરી પર જતા ત્યારે તે તેની સાથે ફોન પર વાતચીત કરતી ત્યારે તેના સસરા તેને બોલાવીને કહેતા હતા કે તમે ફોન પર શુ વાત કરો છો? તે મારે જાણવું છે. આ બાબતની જાણ યુવતીએ તેના પતિને કરી હતી. પરંતુ, તેના પતિએ તેની વાતને નકારી કાઢીને કહ્યું હતું કે પપ્પા જ પુછે છે? એમાં શુ થયુ .  બાદમાં સવારે છ વાગે બેડરૂમમાં આવીને કહ્યં હતું કે તમે શું કરો છો ? તે મને ખબર છે. જેથી ફરીથી યુવતીએ તેના પતિ અને સાસુને આ વાત કહી હતી. પરંતુ, તેમણે  સસરાને ઠપકો આપવાને બદલે યુવતી સાથે તકરાર કરી હતી.  એટલું જ નહી એમ પણ કહ્યું કે આવું ચાલ્યા કરે. તે પપ્પા છે તેમની વાતને ધ્યાનમાં નહી લેવાની. જો કે ગત ૮મી એપ્રિલના રોજ  યુવતીના સાસુ શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે તેના સસરાએ રસોડામાં આવીને કહ્યું હતું કે મારી પાસે બધુ જ સુખ છે. ખાલી રાતનું સુખ નથી. જે મારી પત્ની મને આપી શકતી નથી. તે સુખ તું મને આપીશ? પિતા સમાન સસરાની આ વાતથી યુવતી ડઘાઇ ગઇ હતી. ત્યારે તેના સસરાએ ધમકી આપી હતી કે આ વાત તુ મારા દીકરા કે પત્નીને કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ. આ વાત તેણે તેના પતિ અને સાસુને કહેતા તેમણે  તેને ધમકાવી હતી અને પતિ તેને પિયરમાં મુકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.


Google NewsGoogle News