સાણંદ માર્કેટયાર્ડમાં ઘઉં, ડાંગરના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોનો હોબાળો
- વેપારી-ખેડૂતો વચ્ચે માથાકૂટ થતા હરાજી બંધ
- વિફરેલા ખેડૂતોએ યાર્ડના ચેરમેનને રોષભેર રજૂઆત કરી પણ નિરાકરણ ન આવ્યું ઃ ખરીદી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે
સાણંદ : સાણંદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડાંગર અને ઘઉંનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. જો કે ખેડૂતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી દીધી હતી અને યાર્ડના ચેરમેનને રોષભેર રજૂઆત કરી હતી પરંતુ પ્રશ્નનો કોી નિવેડો આવ્યો નહતો અને યાર્ડ દ્વારા ઘઉં અને ડાંગરની હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું જણાવવામાં આવતા ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર બન્યો હતો.
સાણંદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને ધઉં અને ડાંગરના યોગ્ય ભાવ ના મળતા વેપારી અને ખેડૂતો વચ્ચે હોબાળો થતા હરાજી બંધ કરાવી હતી. સવારે ૧૧ વાગ્યાથી સાણંદ એપીએમસીમાં હરાજી બંધ છે.
ખેડૂતોએ સાણંદ માર્કેટયાર્ડના ચેરમેનને ભાવ મુદ્દે ઉગ્ર રજુવાત કરી પણ ચેરમેન સાથે ખેડૂતની ચર્ચા નિષ્ફ્ળ રહી હતી. ખેડૂતોની હરાજીમાં યોગ્ય ભાવ આપવા માંગ ઉઠાવી હતી.
આવુ પહેલા ૧૬/૩/૨૧ના રોજ બન્યું હતું અને ખેડૂતોએ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર પણ આપ્યું હતું. પણ હજુ સુધી કોઈ નિકાલ ના આવતા ખેડૂતો મજબુર જ્યા સુધી યોગ્ય ભાવ આપવામાં ના આવે ત્યાં સુધી હરાજી નહિ થાય. આવતીકાલથી સાણંદ યાર્ડમાં અચોક્કસ મુદત સુધી ડાંગર, ઘઉંની હરાજી બંધ રહેશે તેમ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું.