Get The App

ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ફેક ID બનાવી ટ્રેપ ગોઠવી

Updated: Dec 7th, 2021


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ફેક ID બનાવી ટ્રેપ ગોઠવી 1 - image


આરોપીને ઝડપી લેવા પોલીસ હની ટ્રેપના માર્ગે

ઘરફોડ ચોરીમાં આરોપી ફરાર હતો : ઇન્સ્ટાગ્રામમાં યુવતીઓ સાથે વાત કરવાની આદતને કારણે અંતે પકડાયો

અમદાવાદ : ઘણીવાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસને અનેક પેંતરા કરવા પડતા હોય છે. મણિનગર પોલીસે ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી લેવા માટે હની ટ્રેપ ગોઠવી. જેમાં આરોપીને વિવિધ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ દ્વારા મહિલા અને યુવતી સાથે ચેટ કરવાનું પસંદ હોવાને કારણે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવ્યા બાદ ચેટીંગ બાદમાં મળવા બોલાવવાના બહાને ઝડપી લીધો હતો.

આ બનાવની વિગતો એવી છે કે મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં  સતત ત્રણ થી ચાર ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા. જેમાં સીસીટીવી તપાસતા ચોરીને અંજામ આપતો રીઢો આરોપી યોગેશ પઢીયાર હોવાનું જાણવા મળ્યું હતું.

જેના આધારે પોલીસ તેના ઘરના સરનામા સુધી પહોંચી હતી. પરંતુ  તે હાથમાં આવતો નહોતો અને  ખોટા દસ્તાવેજોને આધારે અલગ અલગ હોટલમાંરોકાતો હતો.  આ સાથે તેની પાસે 18 જેટલા સીમ કાર્ડ હોવાથી મોબાઇલ લોકેશન પણ મેળવવુ પોલીસ માટે મુશ્કેલ હતું. છેવટે પોલીસને કેટલીક વિગતો મળી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે યોગેશ પઢિયારને ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મિડિયાની એપ્લીકેશનથી મહિલાઓ સાથે ચેટીંગ કરવાનું પસંદ છે. જેથી પોલીસે  બાબતને ધ્યાનમાં લઇને ટ્રેપ ગોઠવી હતી. જેમાં  એક મહિલાના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને ચેટ શરૂ કરી હતી અને મળવા માટે બોલાવીને ઝડપી લીધો હતો.


Google NewsGoogle News