Get The App

નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો

બેન્કમાં પટાવાળાની નોકરી કરતા યુવકે મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૃા.૨ લાખ

નરોડા પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને તપાસ શરૃ કરી

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો 1 - image

અમદાવાદ,શનિવાર

નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી  ૧૦ ટકા વ્યાજે રૃા.૨ લાખ  લીધા હતા. જો કે આર્થિક સંકળામણના કારણે મહિનાથી યુવક વ્યાજ ચૂકવી શકતો ન હતો બીજીતરફ આરોપી વ્યાજ અને પૈસા માટે અવાર નવાર ફોન કરીને  ઉઘરાણી કરતો હતો. જેથી કંટાળીને યુવકે જંતુ નાશક દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે બેભાન થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આર્થિક સંકળામણના કારણે દિવાળી પછી રૃપિયા આપવાની વાત કરી તો આરોપી ધમકી આપતો હતો નરોડા પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને તપાસ શરૃ કરી

નવા નરોડામાં રહેતા અને બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતા પોતાના સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવકે થોડા સમય પહેલા તેમને પૈસાની જરૃરીયાત હોવાથી આરોપી પાસેથી રૃા.૨ લાખ વ્યાજે લીધા હતા. જેનું દર મહિને રૃા.૧૦ હજાર વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.  જો કે આર્થિક સંડકામળના કારણે યુવક છેલ્લા એક મહિનાથી પૈસાની સગવડ ન થતા વ્યાજ ચૂકવી શકતા ન હતા. જેથી આરોપી અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો. 

જો કે ફરિયાદી યુવકે દિવાળી પછી પૈસા ચૂકવી આપવાની વાત કરી ત્યારે મારે તો આજે જ પૈસા જોઈએ તેવી ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળીને યુવકે પોસ્ટ ઓફીસ પાસેની દુકાને જંતુ નાશક દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓ બેભાન થતા લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News