Get The App

અમદાવાદથી થાઇલેન્ડ લઇ જવાતું ૫૦ કરોડની કિંમતનું કેટામાઇન જપ્ત કરાયું

સરદાર પટેલ એરપોર્ટના કાર્ગો પર ડીઆરઆઇના દરોડો

ગાંધીનગરના દહેગામના જલુન્દ્રા સ્થિત ફેક્ટરીમાં અન્ય કેમીકલના નામે કેટામાઇનનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હતોઃ અગાઉ ડ્રગ્સ મોકલાયાની આશંકા

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News

અમદાવાદઅમદાવાદથી થાઇલેન્ડ લઇ જવાતું  ૫૦ કરોડની  કિંમતનું કેટામાઇન જપ્ત કરાયું 1 - image,બુધવાર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો પર મંગળવારે રાતના સમયે ડીઆરઆઇના અધિકારીઓએ દરોડા પાડીને અન્ય  રાસાયણિક  પદાર્થના નામે  થાઇલેન્ડ મોકલવામાં આવી રહેલા કેટામાઇન ડ્રગ્સનો રૂપિયા ૫૦ કરોડની કિંમતનો ૨૫ કિલો જથ્થો જપ્ત કર્યો છે.  પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ગાંધીનગરના દહેગામના જલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રીફાર્મા કેમીકલમાંથી તૈયાર થયાનું હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ડીઆરઆઇ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.ડીઆરઆઇના અધિકારીઓને મંગળવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો પર મોટાપાયે ડ્રગ્સનોે જથ્થો વિદેશમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જેના આધારે  દરોડો પાડીને કેટલાંક પાર્સલ એરલાઇનમાં લોડ થાય તે પહેલા તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. આ પાર્સલમાં કન્સાઇનમેન્ટને રાસાયણિક તરીકે ડીકલેર કરવામાં આવ્યું હતું. જે હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ હોવાનો ઇનવોઇસ પણ સામેલ હતો.  જો કે ફોરેન્સીક એક્સપર્ટની મદદથી તપાસ કરતા રસાયણ કેટામાઇન ડ્ગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.  જેના આધારે ડીઆરઆઇએ રૂપિયા ૨૫ કરોડની કિંમતનું ૫૦ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું.આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  ગાંધીનગર જિલ્લાના દહેગામના જલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મે કેમીકલ નામની ફેક્ટરીમાં આ ડ્રગ્સ તૈયાર કરવામાં આવ્યું હતું. જે પછી ફેક્ટરીમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરતા ૪૬ કિલો જેટલો સફેદ કેમીકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો.  જે અંગે ત્રણ લોકોની અટકાયત કરી વધુ  પુછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડીઆરઆઇ દ્વારા  છેલ્લાં ત્રણ મહિનામાં  છત્રપતિ સંભાજી નગર, ગુજરાતના વાપીમાં દરોડા પાડીને કરોડોનું એમ ડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું.


Google NewsGoogle News