ઔરંગાબાદની એપેક્ષ મેડીકેમમાંથીં ૧૬૦ કરોડનું એમ ડી ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને ડીઆરઆઇનું વધુ એક જોઇન્ટ ઓપરેશન

૧૦૭ કિલો લીક્વીડ એમ ડી ડ્રગ્સ મળી આવ્યુઃ ક્રાઇમબ્રાંચની બાતમીને આધારે ઔરંગાબાદથી અત્યાર સુધીમાં ૬૬૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ઔરંગાબાદની એપેક્ષ મેડીકેમમાંથીં  ૧૬૦ કરોડનું  એમ ડી ડ્રગ્સ જપ્ત કરાયું 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ થોડા દિવસ પહેલા ઔરંગાબાદમાં દરોડો પાડીને એમ ડી, કોકેઇન અને કેટામાઇનનો મોટો જથ્થો ડીઆરઆઇ પુના સાથે મળીને જપ્ત કર્યો હતો. જે બાદ શનિવારે વધુ એક સફળતા મળી છે. જેમાં ઔરંગાબાદમાંથી જ રૂપિયા ૧૬૦ કરોડની કિંમતનું લીક્વીડ એમડી ડ્રગ્સ જપ્ત કરીને બે વ્યક્તિની ધરપકડ કરી છે. આમ, અત્યાર સુધીમાં  ૬૬૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થતા મહારાષ્ટ્રમા ંચાલતા ડ્ગ્સના સૌથી મોટો કૌભાંડનો પર્દાફાશ કરાયો છે.

ઔરંગાબાદની એપેક્ષ મેડીકેમમાંથીં  ૧૬૦ કરોડનું  એમ ડી ડ્રગ્સ જપ્ત કરાયું 2 - imageઅમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે ઔરંગાબાદમાં આવેલી એપેક્ષ મેડીકેમ કંપનીમાં એમ ડી ડ્રગ્સનું મોટોપાયે ઉત્પાદન કરવામાં આવી છે. જેના આધારે પુને ડીઆરઆઇના અધિકારીઓને જાણ કરીને શનિવારે અલગ અલગ ટીમ બનાવીને એપેક્ષ મેડીકેમની બે અલગ અલગ ફેક્ટરીઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં  ૧૦૭ લિટર મેફેડેન લીક્વીડનો જથ્થો મળી આવ્યો હતો. આતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૬૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી. જે અંગે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ હેઠળ ગુનો નોંધીને કંપનીના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું લીક્વીડ એમડી ડ્રગ્સને સિન્થેટીક ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમા ંલેવામાં આવતું હતું અને દવા બનાવવાની આડમાં  તેનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતો હતો.

ઔરંગાબાદની એપેક્ષ મેડીકેમમાંથીં  ૧૬૦ કરોડનું  એમ ડી ડ્રગ્સ જપ્ત કરાયું 3 - imageઉલ્લેખનીય છે કે ગત ૨૦મી ઓક્ટોબરના રોજ અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ મુળ ગુજરાતના વતની અને ઔરંગાબાદમાં રહેતા જીતેશ પટેલની મહાલક્ષ્મી કંપનીમાં ડીઆરઆઇ સાથે દરોડો પાડીને  ૫૦૦ કરોડ રૂપિયાનો એમ ડી ડ્ર્ગ્સ, કોકેઇન અને કેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. જે બાદ શનિવારે ૧૬૦ કરોડનો એમ ડી ડ્ગ્સનો જથ્થો જપ્ત થતા ૧૦ દિવસમાં જ ૬૬૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.


Google NewsGoogle News