જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓઢવ ભિક્ષુક ગૃહના ભિક્ષુકોનું મેડિકલ ચેકઅપ
નિરાશ્રિતોને કોરોનાનો ચેપ ન લાગે તે હેતુ
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશના ૮૭ ભિક્ષુકોના સ્વાસ્થયની ચકાસણી
અમદાવાદ,
મંગળવાર
શહેરમાં વસતા નિરાશ્રિત અને નિરાધાર લોકોને કોરોનાનો ચેપ ન
લાગે તે હેતુથી આજે ઓઢવ ભિક્ષુક ગૃહમાં રહેતા ૮૭ ભિક્ષુકોનું મેડિકલ ચેકઅપ જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને કોરોના અંગે જાણકારી આપવામાં
આવી હતી.
ઓઢવ ભિક્ષુક ગૃહમાં હાલ ૮૭ ભિક્ષુકો આશ્રય લઇ રહ્યા છે.
લોકડાઉનના કારણે તેઓ સાવ નિરાધાર બન્યા છે અને કોરોના અંગે તેમને વિશેષ જાણકારી પણ
નથી. જેથી તેમના સ્વાસ્થયની ચકાસણીની કામગીરી આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
કરવામાં આવી હતી અને તેમને કોરોના આ અંગે જાણકારી આપી સાવચેતીના પગલાં વિશે
માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાત
રાજ્સ્થાન . મધ્યપ્રદેશ. તમિલનાડુ. ઉત્તરપ્રદેશ આંધપ્રદેશ . મહારાષ્ટ્ર , પશ્રિમ
બંગાળ , ઉત્તરાખંડ અને કેરળ સહિતના રાજ્યોના રહેવાસી છે.