આઇપીએલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા દોડી ગયેલા યુવક સામે કાર્યવાહી

સુરક્ષામાં ચૂંક મામલે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ

ભાવનગરમાં રહેતો યુવક ધોનીનો ફેન હોવાથી જાળી કુદીને પીચ સુધી પહોંચ્યો ચાંદખેડા પોલીસે ઘરપકડ કરી

Updated: May 11th, 2024


Google NewsGoogle News
આઇપીએલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા દોડી ગયેલા યુવક સામે કાર્યવાહી 1 - image

અમદાવાદ,શનિવાર

મોટેરામાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચૈન્નાઇ સુપર કિંગની બેટિંગ દરમિયાન એક યુવક નોર્થ બ્લોકથી જાળી કુદીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા પહોંચી જતા સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ભાવનગરમાં રહેતા જય જાની નામના યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સાથેસાથે સુરક્ષામાં રહેલી ચૂંકને મામલે ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે ચૈન્નાઇ સુપર કિંગ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઇપીએલની મેચ ચાલી રહી હતી.  ત્યારે સેકન્ડ ઇનીંગમાં રાતના સાડા અગીયાર વાગે ૨૦મી ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે  એક યુવક ડી બ્લોકમાંથી પ્રેક્ષકોની વચ્ચેથી નોર્થ બ્લોક સાઇડની સ્ક્રીનની બાજુની જાળી કુદીને અચાનક પીચ તરફ દોડીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટે પહોંચી ગયો હતો. જેથી સુરક્ષા કર્મચારીઓ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને યુવકને પકડી લેવામાં આવ્યો હતો.પુછપરછમાં તેનું નામ જય ભરતભાઇ જાની (રહે.વસંતવિહાર સોસાયટી, ટોપ-૩ સર્કલ, ભાવનગર) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એન જી સોંલકીએ વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જય જાનીએ તેના ભાઇના મોબાઇલ ફોન પરથી ટિકિટ બુક કરાવી હતી.  તે મહેન્દ્રસિંહ ધોનીનો ફેન હોવાથી ખાસ મેચ જોવા માટે આવ્યો હતો. મોટાભાગે ધોની છેલ્લી ઓવરોમાં બેટિંગમાં આવતો હોવાથી  તે ધોનીની બેટિંગની રાહ જોઇ રહ્યો હતો અને તક મળતા જાળી કુદીને દોડી ગયો  હતો.  આ અંગે ચાંદખેડા પોલીસે જય જાની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આઇપીએલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા દોડી ગયેલા યુવક સામે કાર્યવાહી 2 - imageઆઇપીએલની મેચમાં સુરક્ષા રાખવામાં આવેલી ચૂંકને મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વિશ્વ કપની ભારત અને ઓસ્ટ્ેલિયા વચ્ચે રમાઇ રહેલી મેચમાં વિરાટ કોહલીનો એક ઓસ્ટ્રેલિયન ફન વેન જોહન્સન સુરક્ષા વ્યવસ્થાને તોડીને પીચ  પાસે કોહલી સુધી પહોંચી ગયો હતો.  તે સમયે પણ સુરક્ષા વ્યવસ્થાને લઇને અનેક સવાલ ઉભા થયા હતા.  


Google NewsGoogle News