આનંદનગરમાં ઝડપાયેલા ડબ્બા ટ્રેડીંગના કૌભાંડની તપાસ સાયબર ક્રાઇમને સોંપાઇ

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડયો હતો

પોલીસને કરોડો રૃપિયાના આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા ઃ ઉંઝા અને ડીસાના બુકીઓના નામ બહાર આવવાની સાથે દુબઇ કનેક્શન પણ બહાર આવ્યું હતું

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
આનંદનગરમાં  ઝડપાયેલા ડબ્બા  ટ્રેડીંગના કૌભાંડની તપાસ સાયબર ક્રાઇમને સોંપાઇ 1 - image

અમદાવાદ,શુક્રવાર

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા ત્રણ માસ પહેલા આનંદનગરમાં આવેલા પ્રહલાદનગર ટ્રેડ સેન્ટર નામના કોમ્પ્લેક્ષમાં દરોડો પાડીને કરોડો રૃપિયાના ડબ્બા ટ્ેડિગ અને  ક્રિકેટ સટ્ટા બેટિંગનો પર્દાફાશ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી  હતી.  આ કેસની તપાસમાં ઉંઝા અને ડીસાના કુખ્યાત બુકીઓના નામ પણ બહાર આવવાની સાથે  કરોડો રૃપિયાના ગેકાયદેસર હિસાબો પણ મળી આવ્યા હતા.  જે કેસની તપાસ ડીજીપીએ હવે અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપી છે. જેમાં એક ખાસ ટીમ આ સમગ્ર મામલે તપાસ કરશે.ગત ૧૮મી જુલાઇએ રાતના સમયે  સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આનંદનગરમાં આવેલા પીએનટીસી બિલ્ડીંગમાં ે દરોડો પાડયો હતો. જેમા તપાસતા જાણવા મળ્યું હતું કે ડબ્બા ટ્રેડીંગ માટે મેટા ટ્રેડર-૨ એપ્લીકેશનની મદદથી એરોબીક્સ સર્વરમાં આઇડી પાસવર્ડના આધારે કરોડોના ગેરકાયદેસર સોદા કરવામાં આવતા હતા. પોલીસને તપાસ કરતા ડબ્બા ટ્રેડીંગ કરતા ૧૧ ક્લાઇન્ટના આઇડી મળી આવ્યા હતા. જેમાં ૩.૭૨ કરોડ રૃપિયા ડીપોઝીટ થયેલા હતા. જેમાં કરોડો રૃપિયાના વ્યવહાર કરાયા હતા. આ ઉપરાંત, કિક્રેટ સટ્ટાનું કૌભાંડ પણ મળી આવ્યું હતું. જે  કેસમાં પોલીસે  જીગ્નેશ  સોની (રહે. તિર્થભૂમી બંગ્લોઝ, ઘુમા) , કથન પટેલ (રહે.ભગવતી કૃપા એપાર્ટમેન્ટ, બોપલ) અને હર્ષલ સોની (રહે.સેફ્રોની એપાર્ટમેન્ટ, બોપલ)ની ધરપકડ કરી હતી.  પોલીસને ડબ્બા ટ્રેડીંગ અંગેની  પુછપરછમાં   અજીત ખત્રીરાજ પટેલ અને હરેશ ઘરસેડીયા નામ જાણવા મળ્યા હતા. જ્યારે ક્રિકેટ સટ્ટાના માસ્ટર આઇડી ઉંઝાના ટોમી અને જીગર ડીસા પાસેથી મેળવ્યા હતા.   નાણાંની ગેરકાયદેસર હેરફેર માટે આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરમા આવેલી એક આંગડિયા પેઢીની મદદ લેવામાં આવતી હતી.  આ કેસની તપાસમાં સ્ટેટ મોેનીટરીંગ સેલ પાસે હતી. જો કે  ડીજીપી વિકાસ સહાયે આ કેસની તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપવામાં આવી છે. જે માટે એક ટીમ બનાવીને તપાસ શરૃ કરવામાં આવશે.


Google NewsGoogle News