Get The App

કોરોના વેકિસનના બંને ડોઝ લેનારા દસ, સિંગલ ડોઝ લેનારા ચાર લોકો સંક્રમિત

૧૪ કેસની મેડીકલ હીસ્ટ્રીમાં બહાર આવેલી વિગત

કોરોના પોઝિટિવ થયેલા લોકો પૈકી ૭૦ ટકા લોકો બહારગામ જઈ પરત આવેલા છે

Updated: Nov 12th, 2021


Google News
Google News

       કોરોના વેકિસનના બંને ડોઝ લેનારા દસ,  સિંગલ ડોઝ લેનારા ચાર લોકો સંક્રમિત 1 - image

 અમદાવાદ,શુક્રવાર,12 નવેમ્બર,2021

ગુરુવારે અમદાવાદમાં કોરોનાના ૧૪ કેસ નોંધાયા હતા.આ પૈકી કોરોના વેકિસનના બંને ડોઝ લેનારા દસ લોકો અને સિંગલ ડોઝ લેનારા ચાર લોકો કોરોના સંક્રમિત થયા છે.કોરોના પોઝિટિવ થયેલા લોકો પૈકી ૭૦ ટકા બહારગામ જઈ પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ગુરુવારે અમદાવાદમાં કોરોનાના ૧૪ કેસ નોંધાતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ સંક્રમણને કાબૂમાં લેવા કરવામાં આવતા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરશે.આરોગ્ય વિભાગ તરફથી શહેરમાં સંક્રમણ ઘટવાની સ્થિતિમાં રોજના અંદાજે ૨૫૦૦ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવતા હતા.દિવાળી પર્વ સમયે આ ટેસ્ટની સંખ્યામાં વધારો કરી રોજના ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવતા હતા.જે પ્રમાણે અમદાવાદમાં બે દિવસમાં ત્રીસ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા છે.એને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ બમણા કરી રોજના ૮ હજારથી વધુ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Tags :
novel-corona-virusAhmedabadhistory

Google News
Google News