હિટવેવને કારણે મૃત્યુ આંકમાં વધારો : સ્મશાનોમાં પણ વેઈટિંગ
Heatwave in Vadodara : હીટવેવના કારણે શહેરમાં મૃત્યુ આંકમાં વધારો તો થયો છે બીજી તરફ ખાસવાડી સ્મશાનનું રીનોવેશન ચાલી રહ્યું છે જેથી ખુલ્લી જગ્યા અને સામગ્રી હોવા છતાંએ ચિતાઓનો અભાવ હોવાને કારણે અગ્નિ સંસ્કાર માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
જ્યારથી ખાસ વાડી સ્મશાન ગૃહનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અહીં અપૂરતી વૈકલ્પિક વ્યવસ્થાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. વેટીંગના કારણે સ્મશાન ગૃહના કર્મચારીઓને નાગરિકોના રોષનો સામનો કરવો પડે છે. નાગરિકોનું કહેવું છે કે સ્મશાન ગૃહના નવીનીકરણ કે વિકાસનો વિરોધ નથી પરંતુ લોકોની લાગણી સાથે જોડાયેલા વિષયની વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ.