સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ વાયરલ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા
જુહાપુરા વાલો કે મેસેજ ફેલાવો , ગુપ્તાનગર મે પથ્થરમારા શરૂ હો ગયા હે
દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિા મહોત્સવને લઈને કાયદો અને વ્યવસ્થા ન ખોરવાઇ તે માટે ત્યારે પોલીસને સોશિયલ મીડિયા નજર રાખવા સુચના
અમદાવાદ,બુધવાર
આગામી ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. તેવા સમયે કેટલાંક તત્વો અરાજકતા ફેલાવવા માટે સોશિયલ મિડીયા પર ખોટા મેસેજ કરી શકે છે. તેવી માહિતીને પગલે પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા કેટલાંક લોકોએ ગુપ્તાનગરમાં પથ્થરમારો શરૂ થઇ ગયો છે. આ મેસેજ જુહાપુરાં પહોંચતો કરો તેવો ભડકાઉ મેસેજ વોટ્સએપ ગુ્રપમાં વાયરલ કર્યો હતો. જે ંઅંગે વાસણા પોલીસના સ્ટાફે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મેસેજ કરનારની ઓળખ કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને મેસેજ વાયરલ કરનારને ઝડપી લેવાયા છે.સોશિયલ મીડિયા પર કેટલાંક તત્વો વાંધાજનક અને ભડકાઉ મસેજ તેમજ ખોટી પોસ્ટ કે ફોટો અથવા વિડિયો વાયરલ કરીને કોઈને ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ કરતા હોય આવી બાબતો ઉપર વોચ રાખવા માટે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચના સાઇબર લેબના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેમાં મંગળવારે મોડી રાતે વોટ્સએપના એક ચોક્કસ ગુ્રપમાં એવો મેસેજ વાયરલ થયો હતો કે ગુપ્તાનગરમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે મોટી બબાલ શરૂ થઈ છે આ મેસેજ જુહાપુરા વાળા લોકો સુધી પહોંચાડો. આ મેસેજના અનુસંધાનમાં વાસણા પોલીસ સ્ટેશનન પીઆઇ આર ડી મકવાણા અને તેમની ટીમ સાથે ગુપ્તાનગર પહોંચ્યા હતા. જ્યાં કોઈપણ પ્રકારનો અશાંતિનો માહોલ જોવા મળ્યો ન હતો જેને પગલે તપાસ કરતા ચોક્કસ ગુ્રપમાં આવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ મેસેજ વાયરલ કરનાર ઓજેફ તીરમીજી અને તેની સાથે અન્ય બે વ્યક્તિના નામ સામે આવ્યા હતા. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે સી રાણાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઓજેફ ખુરશીદ અહેમદ તીરમીજી (રહે.ચોકદારની ગલી, જમાલપુર કાઝરી મસ્જિદ, જમાલપુર) , ઇકબાલભાઇ અહેમદભાઇ ગોરીવાલા (રહે, કાઝીના ાબા મોટી, વોરવાળ, આસ્ટોડીયા, જમાલપુર) અને જુનેદ યાકુબભાઇ નીલગર (રહે.વાસીવાડા કોટ, નવી મસ્જિદ, છીપાવાડા, જમાલપુર)ની ધરપકડ કરવામાં આવી હતી.