Get The App

તું મારી એક ભૂલ કેમ ના ચલાવે તેમ કહી યુવતી પર હુમલો કરી સીડી પરથી ફેંકી દેનાર બોયફ્રેન્ડ સામે ગુનો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
તું મારી એક ભૂલ કેમ ના ચલાવે તેમ કહી યુવતી પર હુમલો કરી સીડી પરથી ફેંકી દેનાર બોયફ્રેન્ડ સામે ગુનો 1 - image

વડોદરાઃ વાસણારોડ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીને તેના બોયફ્રેન્ડે હોસ્પિટલમાંથી બહાર બોલાવી હુમલો કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

વાસણારોડ વિસ્તારની હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતી યુવતીએ પોલીસને કહ્યંન છે કે,ગઇકાલે બપોરે હું ફરજ પર હતી ત્યારે શ્લોક દિપલ શાહ(સંસ્કાર નગર, ગોત્રીરોડ) આવ્યો હતો અને જોરજોરથી દરવાજો ખખડાવી મનેબહાર બોલાવી હતી.

હું સીડી પાસે ઉભી હતી ત્યારે શ્લોકે મને ગાળો ભાંડી હતી અને હું તારી ભૂલો સહન કરું છું તો તું મારી એક ભૂલ કેમ સહન ના કરે...તેમ કહી લાફા માર્યા હતા.તેણે મને ધક્કો મારતાં હું સીડી પરથી નીચે પડી ગઇ હતી.સ્ટાફવાળા દોડી આવતાં શ્લોક મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો.ગોત્રી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News