કરુણાંતિકા: અમેરિકાના સમાચાર પત્રમાં 11 પાના ભરીને ફક્ત શોક સંદેશ છપાયા
નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર
જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધીમાં વિશ્વના એક લાખથી પણ વધારે લોકોનો ભોગ લીધો છે અને મહાશક્તિ ગણાતા દેશ અમેરિકાનો બધો જ ઘમંડ ઉતારી દીધો છે. વિશ્વના અન્ય દેશોની તુલનાએ અમેરિકામાં સૌથી વધારે 20,071 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં કોરોનાના પ્રભાવનો અંદાજો તેના એક સમાચાર પત્ર પરથી પણ મેળવી શકાય છે.
અમેરિકાના એક સમાચાર પત્રમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને અધધધ કહી શકાય તેવા 11 પાના ભરીને શોક સંદેશા છાપવામાં આવ્યા છે. અમેરિકી પત્રકાર જુલિયો રિકાર્ડો વરેલાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સ્થાનિક સમાચાર પત્રમાં 11 પાના ભરીને છપાયેલા શોક સંદેશા બતાવ્યા છે. જુલિયોએ તમામ મૃત્યુ કોરોનાના કારણે થયા હોવાનો દાવો નથી કર્યો પરંતુ મોટા ભાગના મૃત્યુ કોરોનાના લીધે જ થયા હોવાનું સ્પષ્ટ છે.
The death notices of today's Sunday @BostonGlobe are 11 pages long. #COVID19 #Massachusetts pic.twitter.com/dxLobUKSwh
— Julio Ricardo Varela (@julito77) April 12, 2020
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઈટાલીનો શોક સંદેશાની બહુમતી ધરાવતા સમાચાર પત્રનો ફોટો વાયરલ થયો હતો. તે સમયે ઈટાલીની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી પરંતુ અમેરિકા હવે ઈટાલીથી પણ આગળ નીકળી ગયું છે. કોરોના વાયરસના લીધે અમેરિકામાં ઈટાલીની સરખામણીએ વધુ લોકોના મોત થયા છે અને દિવસેને દિવસે અમેરિકાની સ્થિતિ વધારે કરૂણ બની રહી છે.