શિક્ષિકાની ફોરચુનર કાર ભાડે ફેરવવાના બહાને સગેવગે કરી દેનાર ગઠિયા સામે ફરિયાદ
image : Freepik
Car Rent Scam in Vadodara : વડોદરાના આજવા રોડ પર અંબર કોમ્પ્લેક્સમાં રહેતા પરવીનાબાનું વોરા કોર્પોરેશનની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા નામ પર એક ફોરચુનર કાર હતી. જેનો ઉપયોગ મારો ભાણેજ મહંમદ જુબેર મહંમદ આરીફ કરતો હતો. જૂન 2021 માં મેમણ કોલોનીમાં રહેતો અલ્ફાજ યુનુસભાઇ વોરા મારા ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે હું ટ્રાવેલ્સનું કામ કરું છું મારી રોયલ ટ્રાવેલ્સની ઓફિસ ફતેગંજ ખાતે કલ્યાણ હોટલ પાસે કોનાર્ક એપાર્ટમેન્ટમાં છે. હું તમને માસિક ચાલીસ હજાર ભાડુ આપીશ.. તેને શરૂઆતમાં 40,000 લેખે મારા ભાણેજ મહંમદ જુબેરને રોકડા રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું.
ત્યારબાદ મેં આલ્ફાજને ફોન કરીને કહ્યું કે મારે ગાડી ભાડે આપવી નથી મારી ગાડી પાછી આપી દે, ત્યારે અલ્ફાઝની માતા અફસાનાબેને કહ્યું કે તમારી ગાડી અજમેર ખાતે ભાડેથી ગઈ છે અને દસ દિવસ પછી આવશે. ત્યારબાદ મારી કાર લેવા માટે અમે તેના ઘરે અવાર-નવાર તપાસ કરવા જતા હતા. પરંતુ તે મળી આવેલ નથી અને અગાઉ જે મકાનમાં રહેતા હતા તે મકાન પણ ભાડે આપી દીધું છે, તેમ જ મોબાઈલ નંબર પણ બંધ કરી દીધો છે.