Get The App

અમદાવાદમાં આઇએસના અન્ય આતંકીઓ ઘુસ્યા હોવાની પ્રબળ આશંકા

કોલંબો પોલીસે ચાર આતંકીઓને મદદ કરનાર ત્રણ યુવકો પકડાયા

પોલીસે નાના ચિલોડામાં હથિયાર મુકવા આવેલા નંબર પ્લેટ વિનાના વાહનોની તપાસ શરૂ કરીઃ એટીએસની ટીમને સ્લીપર સેલની કડી મેળવવા સક્રિય કરાઇ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં આઇએસના અન્ય આતંકીઓ ઘુસ્યા હોવાની પ્રબળ આશંકા 1 - image

અમદાવાદ,શનિવાર

ગુજરાત એટીએસ દ્વારા એક સપ્તાહ પહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના ચાર આંતકીઓને ઝડપીને ગુજરાતમાં મોટા હુમલાને રોકવામાં મોટી સફળતા મળી છે. આ સંદર્ભમાં એટીએસના અધિકારીઓએ શ્રીલંકા પોલીસને જાણ કરી હતી. જેના આધારે કોલંબોમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. સાથેસાથે એટીએસને ચોંકાવનારી માહિતી મળી છે કે અમદાવાદમાં ચાર આતંકીઓ પહેલા ઇસ્લામિક સ્ટેટ દ્વારા અન્ય આતંકીઓને પણ ગુજરાતમાં મોકલાયાની શક્યતા છે. જેના આધારે વિવિધ એજન્સીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે.  બીજી તરફ નાના ચિલોડા પાસે હથિયાર રાખવામાં નંબર પ્લેટ વિનાના વાહનનો ઉપયોગ થયો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેના આધારે અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. એટીએસના અધિકારીઓએ ગત રવિવારે રાતના સમયે અમદાવાદ એરપોર્ટથી  મોહમ્મદ નુશરથ ગની,, મોહમ્મદ નરફાન નૌફેર , મોહમ્મદ ફારિશ  ફારૂક ,માહમ્મદ રસદીન અબ્દુલ રહીમ  નામના ઇસ્લામિક સંઠગન સાથે સંકળાયેસલા આતંકીવાદીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.   તેમની પુછપરછમાં  તે પાકિસ્તાનમાં રહેલા અબુ પાકિસ્તાની નામના એક હેન્ડલરના કહેવાથી અમદાવાદમાં આતંકી હુમલા માટે આવ્યા હતા. એટીએસના અધિકારીઓએ તેમની પુછપરછ બાદ નાના ચિલોડા-હિંમતનગર હાઇવે પરથી હથિયારો પણ જપ્ત કર્યા હતા. સાથેસાથે એક કિલો ચાંદી પણ જપ્ત કરી હતી. બીજી તરફ રિમાન્ડ દરમિયાન આતંકીઓ પાસેથી અનેક ચોંકાનવારી વિગતો મળી હતી. જેના આધારે પોલીસે શ્રીલંકન એમ્બેસી દ્વારા કોલંબો પોલીસને ઝડપાયેલા આતંકીઓ અંગે માહિતી આપી હતી. જે કોલંબો પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. જેમાં બે યુવકો તેમને ચાર લાખ રૂપિયા આપવાની અને એર ટિકિટ બુક કરાવવા માટે મદદ કરી હતી. જ્યારે અન્ય એક યુવક આઇએસના સ્થાનિક સ્લીપર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે તેમની પુછપરછમાં કોલંબોથી ગુજરાતમાં તેમજ ભારતના અન્ય રાજ્યોમાં અન્ય શ્રીલંંકન આતંકીઓ પણ આવ્યા હોવાની કડી મળી છે. જેના આધારે શ્રીલંકાથી આવેલા લોકોની યાદી તપાસવામાં આવી રહી છે. નાના ચિલોડા પાસેથી  મળી આવેલા હથિયારોની કડી મેળવવા માટે એટીએસ  દ્વારા વિવિધ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નંબર પ્લેટ વિનાના શંકાસ્પદ વાહનોની તપાસ સીસીટીવી દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ આસપાસના વિસ્તારમાં ભાડેથી રહેતા લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News