Get The App

જયશ્રી રામના નારા લગાવવા હોય તો અયોધ્યા જાવ, હિન્દુ કાર્યકરો અને PI વચ્ચે ઘર્ષણ

Updated: Jun 30th, 2021


Google NewsGoogle News
જયશ્રી રામના નારા લગાવવા હોય તો અયોધ્યા જાવ, હિન્દુ કાર્યકરો અને PI વચ્ચે ઘર્ષણ 1 - image

વડોદરાઃ રથયાત્રાની શરતી મંજૂરી માટે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા ગયેલા હિન્દુ સંગઠનોના કાર્યકરો અને રાવપુરાના પીઆઇ વચ્ચે જયશ્રીરામના નારા લગાવવાના મુદ્દે ઘર્ષણ થતાં ઉત્તેજના સર્જાઇ હતી.

પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચ સહિતના સંગઠનોના કાર્યકરો બપોરે પોલીસ ભવન ખાતે પહોંચ્યા ત્યારે પોલીસે કોવિડની ગાઇડલાઇન મુજબ માત્ર  બે જ જણાને કમિશનર પાસે જવાની પરવાનગી આપી હતી.

આ તબક્કે કાર્યકરો જયશ્રીરામના નારા લગાવી રહ્યા હતા ત્યારે રાવપુરાના પીઆઇ વી એન મહિડાએ તેમને સરકારી કચેરી હોવાના કારણે નારા નહીં લગાવવા જણાવ્યું હતું.પરંતુ કાર્યકરોએ નારા અહીં નહીં લગાવીએ તો ક્યાં લગાવીશુ તેમ કહી નારા ચાલુ રાખતાં એક તબક્કે પીઆઇએ મુખ્ય ત્રણ આગેવાનોની અટકાયત કરવાની તૈયારી કરી હતી.

વાત વધુ વણસતાં અન્ય કાર્યકરોએ  પણ ધરપકડ વહોરવાની તૈયારી દર્શાવી હતી.જેના કારણે તંગદિલી સર્જાઇ હતી.હિન્દુ કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે,પીઆઇએ અમને અયોધ્યા જઇને નારા લગાવો,કોઇના ઘેર આ રીતે નારા ના લગાવો..આઘે જઇને નારા લગાવો..તેમ કહી અટકાવ્યા હતા.આખરે આગેવાનોને કમિશનર પાસે જવા દેવાતાં સ્થિતિ થાળે પડી હતી.

નાહકનો વિવાદ છે,કાયદાનો અમલ કરવાની મારી ફરજ છેઃપીઆઇ

રાવપુરાના પીઆઇ વીએન મહિડાએ તેમની સામેના આક્ષેપોને નકાર્યા હતા.તેમણે કહ્યું હતું કે,હું પણ હિન્દુ છું અને રામને માનુ છું.પરંતુ મેં પોલીસ કમિશનરના આદેશ અને કાયદાના અમલની વાત કરી હતી.સરકારી કચેરીઓમાં કામકાજને અસર ના થાય અને તંગદિલી ના સર્જાય તે હેતુથી મેં દૂર જઇને નારા લગાવવા કહ્યું હતું.આમ છતાં કોઇકે નારા તો લગાવીશું તેમ કહેતાં મેં અટકાયત કરવી પડશે તેમ કહ્યું હતું.જો કે ત્યારબાદ બંને પક્ષે સુમેળભર્યો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ પણ સહકાર આપ્યો હતો અને સ્થિતિ થાળે પડી હતી.


Google NewsGoogle News