Get The App

કબુતરબાજી કેસમાં ૧૪ એજન્ટો સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ

દુબઇ થઇને ગેરકાયદેસર અમેરિકા જવાનો મામલો

ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોને બચાવવા એજન્ટોએ અમેરિકામાં વકીલો રોક્યા હતા ઃ અગાઉ અનેક લોકો ગેરકાયદેસર અમેરિકા મોકલાયાનું પણ ખુલ્યું

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
કબુતરબાજી કેસમાં ૧૪ એજન્ટો સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ 1 - image

અમદાવાદ,ગુુરૂવાર

ગત ડિસેમ્બર મહિનામાં દુબઇથી ફ્લાઇટમાં મેક્સિકો થઇને ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ૬૬  ગુજરાતીઓ સહિત ૨૭૬ કરતા વધુ ભારતીયોના ઝડપાઇ જવાના કેસમાં વિવિધ રાજ્યોની સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા કરાયેલી તપાસમાં ૧૪ એજન્ટોના નામ ખુલવાની સાથે પોલીસને કેટલાંક મહત્વના પુરાવા પણ મળ્યા હતા. સાથેસાથે ૬૬ લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જેના આધારે ગુરૂવારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ૧૪ એજન્ટો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા, કલોલ, અમદાવાદ, મુંબઇ અને દિલ્હીના એજન્ટોનો સમાવેશ થાય છે. ત્યારે આ કેસની તપાસમાં આ એજન્ટોની મદદથી અગાઉ અમેરિકા ગયેલા લોકોના નામ પણ બહાર આવવાની શક્યતા છે.ગુજરાતના મહેસાણા, ગાંધીનગર અને આણંદ સહિતના જિલ્લાઓમાંથી ૬૬ લોકો ઉપરાંત, દેશના અન્ય રાજ્યોના મળીને કુલ ૨૭૬ જેટલા ભારતીયોને દુબઇથી થઇને નિરાકાગુઆ એરપોર્ટથી મેક્સિકો બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુષણખોરી કરાવવાના જતા વિમાનને ફ્યુઅલીંગ સમયે  ઝડપી લેવામાં આવ્યુું હતું.  જે પછી ભારતમાંથી મોટા કરવામાં આવતા કબુતરબાજીનો પર્દાફાશ થયો હતો.  આ કેસમાં જ તેે રાજ્યની સીઆઇડી ક્રાઇમને તેમના રાજ્યોમાંથી ગયેલા લોકોની પુછપરછ કરીને કબુતરબાજીના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેના આધારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમનીં વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૬૬ લોકોના નિવેદન અને જરૂરી પુરાવા સાથે કુલ ૧૪ એજન્ટોના નામ પણ સામે આવ્યા હતા. જે અનુસંધાનમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુરૂવારે ગુનો નોેંધવામાં આવ્યો છે. જેમાં એજન્ટો સામે કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ, ડોક્યુમેન્ટ, નાણાંકીય ટ્રાન્ઝેક્શન સહિતના અનેક પુરાવા ઉપરાંત, ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ઝડપાયેલા લોકોના નિવેદનોને પુરાવા તરીકે લેવામાં આવ્યા છે. જો કે અગાઉ સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા જ તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

સાથેસાથે પોલીસની તપાસમાં એવી પણ વિગતોે આવી છે કે તમામ લોકોને અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરાવ્યા બાદ કાયદાકીય મદદ માટે વકીલોનું નેટવર્ક પણ એજન્ટો દ્વારા તૈયાર કરાવાયું હતું. ઉપરાંત, અગાઉ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા બાદ સ્થાયી થયેલા લોકો સાથે વિડીયો કોલથી વાત કરાવીને વિશ્વાસ કેળવ્યો હતો.   આમ, પોલીસને અગાઉ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકો અંગે પણ માહિતી મળી છે. જે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

 કબુતરબાજીમાં સંડોવાયેલા  એજન્ટોના નામ

૧.      જગ્ગી પાજી     દિલ્હી

૨.      કિરણ પટેલ    મહેસાણા

૩.      રાજુભાઇ        મુંબઇ

૪.      ચંદ્રેશ પટેલ     કલોલ

૫.      જોગીન્દરસિંગ માનસિંગ દિલ્હી

૬.      શેમ પાજી       દિલ્હી

૭.      ભાર્ગવ દરજી   મહેસાણા

૮.      સંદીપ પટેલ   કલોલ

૯.      પિયુષ બારોટ   કલોલ

૧૦.    અર્પિત ઉર્ફે માઇકલ ઝાલા     

૧૧.    રાજા ભાઇ      કલોલ

૧૨.    જયશ પટેલ   વલસાડ

તથા અન્ય બે


Google NewsGoogle News