Get The App

આઉટ સોર્સ ઇન્ડિયા ફર્મના સંચાલકો સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાઇ

સીઆઇડી ક્રાઇમના વિવિધ ઇમીગ્રેશન ફર્મ પર દરોડાનો મામલો

દેશની વિવિધ યુનિવર્સિટીના બનાવટી પ્રમાણપત્રો રૂપિયા ૬૦ હજારથી માંડીને ૧.૨૫ લાખની રકમ લઇને આપવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
આઉટ સોર્સ ઇન્ડિયા ફર્મના સંચાલકો સહિત  છ લોકો સામે ફરિયાદ નોંધાઇ 1 - image

અમદાવાદ, રવિવાર

સીઆઇડી ક્રાઇમના વિવિધ ટીમ દ્વારા અમદાવાદ સહિત અન્ય સ્થળોએ મોટાપાયે સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસને મોટા પ્રમાણમાં બનાવટી પ્રમાણપત્રો અને ગેઝેટ્સ તેમજ અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહીમાં આવી છે.   આરોપીઓ દ્વારા યુવાનો પાસેથી લાખો રૂપિયા લઇને યુવકોને ગેરકાયદેસર રીતે ઇગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા મોકલવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. સીઆઇડી ક્રાઇમના સ્ટાફ દ્વારા અમદાવાદના  વિજય ચાર રસ્તા પાસે આવેલા  ધ લીંક નામના કોમ્પ્લેક્સમાં આઉટ સોર્સ ઇન્ડિયા  સ્ટુડન્ટ વિઝા અને ઇમીગ્રેશન કન્સલન્ટન્ટ નામની ફર્મ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં  પોલીસે દરોડાની કામગીરી દરમિયાન  ઓસમાનિયા યુનિવર્સિટી હૈદરાબાદ, છત્તીશગઢ યુનિવર્સીટી,મોનાદ યુનિવર્સીટી, છત્રપતિ સાહજી યુનિવર્સિટી,ના બનાવટી પ્રમાણપો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. તેમજ  લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે ફર્મના પાર્ટનર દિપક પટેલ (રહે. શાહીકુટીર-૨, રાયસણ , ગાંધીનગર)ની પુછપરછ કરતા કેનેડામાં રહેતા તેના ભાગીદાર સ્નેહલ પટેલનુ નામ બહાર આવ્યું હતુ.  વધુ પુછપરછમાં વિગતો ખુલી હતી  કે સાણંદમાં રહેતો અનિલ મિશ્રા  અને દિલ્હીમાં રહેતા  અમરેન્દ્ર પુરી અને  નિરવ મહેતા પાસેથી આ બનાવટી પ્રમાણપત્રો  તૈયાર કરી આપતો હતો. જેના બદલામાં તેને ૧૦ થી ૨૦ હજાર રૂપિયા મળતા હતા. જ્યારે દિપક પટેલ વિદ્યાર્થીઓને બનાવટી પ્રમાણપત્રોના બદલામાં રૂપિયા ૬૦ હજારથી લઇને ૧.૨૫ લાખની લેવામાં આવતા હતા. જેના આધારે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે કેનેડા, અમેરિકા અને ઇગ્લેન્ડ મોેકલવામાં આવતા હતા. જેના બદલામાં લાખો રૂપિયા વસુલવામાં આવતા હતા.


Google NewsGoogle News