Get The App

આત્મહત્યા કરવાના માટેની પોસ્ટ મુકનારા ચાર લોકોના જીવનને બચાવાયું

સીઆઇડી ક્રાઇમના એન્ટી બુલીંગ યુનિટની કામગીરી

યુનિટ દ્વારા સેલના સ્ટાફ દ્વારા સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી પોસ્ટ અંગેની માહિતી સ્થાનિક પોલીસને આપીને કાઉન્સીલીંગ કરવામાં આવે છે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
આત્મહત્યા કરવાના માટેની પોસ્ટ મુકનારા ચાર લોકોના જીવનને બચાવાયું 1 - image

અમદાવાદ,શુક્રવાર

સોશિયલ મિડીયાની વિવિધ સાઇટ પર ઘણીવાર માનસિક રીતે હતાશ લોકો  આત્મહત્યા કરવાની કે જીવન ટુંકાવવાની માહિતી આપતી પોસ્ટ મુકતા હોય છે.  આ પ્રકારની સોશિયલ મિડીયાની  પોસ્ટ સીઆઇડી ક્રાઇમના એન્ટી બુલીંગ યુનિટ દ્વારા ખાસ વોચ રાખવામાં આવે છે અને  આ પોસ્ટ મુકનારની માહિતી મેળવીને તે વ્યક્તિને સ્થાનિક પોલીસ દ્વારા કાઉન્સીલીંગ કરવામાં આવે છે. જેમાં  છેલ્લાં છ મહિનામાં અમદાવાદ, સુરત , અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ચાર વ્યક્તિઓને  મનોવૈજ્ઞાાનિક રીતે સમજણ આપીને તેમના જીવનને બચાવ્યો હતો.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અનેકવાર કેટલાક લોકો આત્મહત્યા કરવા માટેની પોસ્ટ મુકતા હોય છે. આ પ્રકારની પોસ્ટને ગંભીરતાથી લઇને સીઆઇડી ક્રાઇમના એન્ટી બુલીંગ યુનિટ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવે છે. જેેમાં આ પોસ્ટ મુકનારની વિગતો મેળવીને  તે વ્યક્તિનો સંપર્ક  કરીને તેને કાઉન્સીંલ કરવામાં આવે છે. આ રીતે છેલ્લાં છ મહિનામાં ચાર વ્યક્તિઓના જીવનને બચાવવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કિસ્સામાં  અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવકની છ મહિના પહેલા નોકરી છુટી જતા તે  ઘરે જ હતો. જેના કારણે  તેના માતાપિતાએ ઠપકો આપ્યો હતો. જેથી માનસિક હતાશામાં આવીને યુવકે ઝેરી દવા પીતો હોય તેવી વિડીયો પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મુકી હતી. જેના આધારે તાત્કાલિક અમદાવાદ પોલીસ કંટેલ રૂમમાં જાણ કરતી હતી અને યુવકનું સરનામું મેળવીને પોલીસની ટીમને તેના ઘરે મોકલીને તપાસ કરતા  તેણે દવા પીધી હોવાનું કબુલ્યુ હતું. જેના આધારે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ  પર જાણ કરીને  તેને એલ. જી હોસ્પિટલ લઇ જવાતા તેનો જીવ બચાવીને કાઉન્સીલીંગ કરવામાં આવ્યું હતું.  અન્ય બનાવમાં સુરતના મહુવા તાલુકામાં રહેતી એક  ૨૩ વર્ષની યુવતીને તેના પતિ ઘરનું ગુજરાન ચલાવવા માટે નાણાં આપતા નહોતા અને તેની એક વર્ષની દીકરીના પાલનપોષણની ચિંતા રહેતી હોવાથી  ઇન્સ્ટાગ્રામ પર  સુસાઇડ કરવાની હોય તેવી સ્ટોરી પોસ્ટ મુકી હતી.  જેની માહિતી એન્ટી બુલીંગ યુનિટને મળી હતી. જેથી તાત્કાલિક  મહુવા પોલીસની ટીમની યુવતીના ઘરે મોકલીને  તેના ઘરેલું પ્રશ્નનું નિરાકરણ કરીને તેને આત્મહત્યા પગલું ન ભરવા માટે સમજાવટ કરવામાં આવી હતી.

 અરવલ્લીમાં રહેતા એક યુવકની ઘરની આસપાસમાં રહેતા અનેક યુવાનો સરકારી નોકરી કરતા હતા.પરંતુ, યુવક નોકરી કરતો ન હોવાથી યુવકને માતા પિતા તેને  ઠપકો આપતા હતા. જેથી તે માનસિક તણાવમાં રહેતો હતો. જેથી ઇન્સ્ટાગ્રામ પર ઝેરી દવા પીતો હોય તેવી પોસ્ટ મુકી હતી. આ અંગે એન્ટી બુલીંગ યુનિટે અરવલ્લી પોલીસને જાણ કરી હતી.  પરંતુ, ઘરે તપાસ કરતા યુવક મળી આવ્યો નહોતો અને તે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છે. જેના આધારે તાત્કાલિક બોડકદેવ પોલીસને જાણ કરીને યુવકનો સંપર્ક કરીને તે કોઇ અઘટિત પગલું ભરે તે પહેલા તેને બચાવીને માતા પિતાને તેમજ યુવકને સમજાવવામાં આવ્યો હતો. જ્યારે ચોથી ઘટનામાં  પંચમહાલ જિલ્લાના  શહેરા તાલુકામાં ભેંસની લે વેચનો ધંધો કરતો હતો.  પરંતુ, ધંધામાં દેવું થતા  તેણે આત્મહત્યા કરવાનું વિચારીને  ઇન્સ્ટાગ્રામ પર   સુસાઇડની સ્ટોરી મુકી હતી. જેનું લોકેશન મેળવીને તેને બચાવીને આત્મહત્યા કરતો બચાવ્યો હતો. આમ, સીઆઇડી ક્રાઇમના એન્ટી બુલીંગ ટીમ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી.


Google NewsGoogle News