ગુજરાત ભાજપ પ્રદેશ માળખામાં ફેરફાર : નવા ચહેરા, ધૂરંધરો કપાયા
- નડ્ડાની મુલાકાત બાદ પ્રદેશ સંગઠનને લીલીઝંડી
- આઇ.કે.જાડેજા, કે.સી.પટેલ, જશવંતસિહ ભાભોર, રમીલા બારા, મનસુખ માંડવિયા સહિતના નેતાઓને પડતા મૂકાયા
6 મહિલાઓને પ્રદેશ માળખામાં સ્થાન : ગોરધન ઝડફિયા, દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ, સુરેન્દ્ર પટેલ, પ્રદિપ વાઘેલા યથાવત
અમદાવાદ, તા. 7 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
ત્રણ વર્ષ કરતાં વધુ સમય બાદ ભાજપનું પ્રદેશનું નવું માળખુ જાહેર કરાયુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુલાકાત બાદ પ્રદેશ સંગઠન જાહેર કરવામાં આવ્યુ હતું. જોકે, ભાજપના પ્રદેશ માળખામાં ધરખમ ફેરફાર કરાયાં છે.
પાટીલે 7 ઉપપ્રમુખ સહિત 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ છે. પાટીલે સંગઠનમાં પાટીદાર નેતાઓને મહત્વ આપ્યુ છે .આ ઉપરાંત પ્રદેશ માળખામાં નવા ચહેરાઓને સૃથાન અપાયુ છે. એક વ્યક્તિ-એક હોદ્દાની નીતિ અપવનાવતાં કેટલાંય ધુરંધરોના પત્તા કપાયાં છે.
પંચાયતો- પાલિકાની ચૂંટણીઓના આગમન પહેલાં ગુજરાત ભાજપે પ્રદેશના માળખાની સત્તાવાર જાહેરાત કરી છે. નવા માળખામાં સાત ઉપપ્રમુખોની નિયુક્ત કરવામાં આવી છે જેમાં ગોરધન ઝડફિયાને યથાવત રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત જયંતિ કવાડિયા,મહેન્દ્રસિંહ સરવૈયા,નંદાજી ઠાકોર, કોશલ્યાકુંવરબા પરમાર, જનકભાઇ બગદાણાવાળા, વર્ષાબેન દોશીનો સમાવેશ કરાયો છે.
પ્રદેશ મહામંત્રી તરીકે ભીખુ દલસાણિયાને ય યથાવત રખાયાં છે. ભાર્ગવ ભટ્ટને પણ મહામંત્રી પદે યથાવત રખાયાં છે જયારે પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવી પ્રમોશન અપાયુ છે.
આ વખતે પાટીલે પાટીદાર નેતાઓને વધુ મહત્વ આપ્યુ છે કેમ કે, પ્રદેશ માળખામાં સૌરાષ્ટ્રમાંથી જયંતિ કવાડિયા ઉપરાંત ગોરધન ઝડફિયાનો સમાવેશ કરાયો છે જયારે ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલને મહામંત્રી બનાવાયાં છે. મહેશ કસવાલા ઉપરાંત રઘુભાઇ હુંબલ, પંકજ ચૌધરીની પ્રદેશ માળખામાં નવા ચહેરા તરીકે એન્ટ્રી થઇ છે.
દલિત ચહેરા તરીકે સાંસદ વિનોદ ચાવડાને પ્રદેશ માળખામાં સૃથાન અપાયુ છે. દલિત નેતા રમણ વોરા, શંભુપ્રસાદ ટુંડિયાના આંતરિક વિખવાદમાં ચાવડા ફાવ્યાં છે. પ્રદેશ કોષાધ્યક્ષ પદે સુરેન્દ્ર પટેલનુ સૃથાન કાયમી રખાયુ છે. જોકે,સહ કોષાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્ર શાહની નિયુક્તિ કરાઇ છે.
પ્રદેશ માળખામાં સાત મહિલાઓને સૃથાન અપાયુ છે જેમાં કેલાશબેન પરમાર,જહાનવીબેન વ્યાસનો સમાવેશ છે. નૌકાબેન પ્રજાપતિએ પોતાનુ સૃથાન જાળવી રાખ્યુ છે. આઇ.કે.જાડેજા , અમિત ઠાકર, કે.સી.પટેલ , જશુબેન કોરાટ , રમીલા બારા,મનસુખ માંડવિયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, હર્ષદગિરી ગોસ્વામી, રાજેશ ચુડાસમા ,ભરતસિંહ પરમારની નવા માળખામાંથી બાદબાકી કરાઇ છે.
નવા ચહેરા કોણ...
મહેન્દ્ર સરવૈયા, નંદાજી ઠાકોર , કૌશલ્યકુંવરબા પરમાર , જનકભાઇ બગદાણાવાળા , વર્ષાબેન જોશી , મહેશ કસવાલા, રઘુભાઇ હુંબલ , પંકજ ચૌધરી , શિતલબેન સોની ,ઝવેરભાઇ ઠકરાર , જહાનવીબેન વ્યાસ , કૈલાશબેન પરમાર
કોની બાદબાકી થઇ
આઇ.કે.જાડેજા , કે.સી.પટેલ , જયસિંહ ચૈાહાણ, જશુબેન કોરાટ , જયશ્રીબેન પટેલ , રમીલા બારા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ , ભરતસિંહ પરમાર , મનસુખ માંડવિયા , અમિત ઠાકર, હર્ષદગીરી ગોસ્વામી , રાજેશ ચુડાસમા , રમણભાઇ સોલંકી , દર્શીનીબેન કોઠિયા , કીરણબેન પટેલ
યથાવત કોને રખાયા
ગોરધન ઝડફિયા, સુરેન્દ્ર પટેલ, ભાર્ગવ ભટ્ટ, ભીખુ દલસાણિયા, પ્રદિપસિંહ વાઘેલા, નૌકાબેન પ્રજાપતિ