ઢોર માલિકે પોતાના પર પેટ્રોલ છાંટી સ્ટાફને કેસમાં ફસાવવાની ધમકી આપી

ઢોર પકડવા ગયેલી ટીમ હુમલો કરવામાં આવ્યો

સીએનડીસી વિભાગના સેનેટરી સબ ઇન્સ્પેકટરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ઢોર માલિકે પોતાના પર પેટ્રોલ છાંટી સ્ટાફને  કેસમાં ફસાવવાની ધમકી આપી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

સાબરમતીમાં આવેલ ચેનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરી ચાલતી હતી ત્યારે ઢોરના બે માલિકો ત્યાં આવીને ટીમ સાથે  ઝપાઝપી કરી હતી. તેમજ એક વ્યક્તિએ પોતાના પર પેટ્રોલ છાંટીને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે સેનેટરી સબ ઇન્સ્પેકટરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાબરમતી વિસ્તારમાં ં રહેતા દર્શનભાઇ રાવલ એએમસીમાં સીએનસીડી વિભાગમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. બુધવારે સીએનસીડીનો  સ્ટાફ સાબરમતી ચેનપુર પેટ્રોલ પંપની સામે આવેલા એએમસીના ખુલ્લા પ્લોટ પાસે ગયા હતા. જ્યાં  પાંચેક જેટલા ઢોર જોવા મળ્યા હતા.. જેથી સીએનસીડીની ટીમ દ્વારા આ ઢોરને  પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે ઢોરના માલિક હર્ષ દેસાઈ તથા આનંદ દેસાઈ  આવી પહોંચ્યા હતા  અને તેમણે દર્શનભાઈ તથા તેમના સ્ટાફને બિભત્સ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી.   બાદમાં હર્ષ દેસાઇએ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનું કહીને સીએનસીડીના સ્ટાફને ખોટા કેસમાં ધમકી આપી હતી. એટલું જ તેણે ફોનમાં રેકોર્ડીંગ શરૂ કરીને સ્ટાફને કામગીરી કરતા અટકાવ્યા હતા. જે અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News