Get The App

વૃદ્ધોને વાતોમાં ભોળવીને એટીએમ મશીનમાં કાર્ડ બદલી રૃા. ૬૫ હજાર રૃપિયા ઉપાડી લીધા

સાઇબર ઠગ ટોળકીએ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરી

નોરાલમાં બેન્કના નિવૃત્ત કેશિયર સાથે ઠગાઇ કરી

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
વૃદ્ધોને વાતોમાં ભોળવીને એટીએમ મશીનમાં કાર્ડ બદલી રૃા. ૬૫ હજાર રૃપિયા ઉપાડી લીધા 1 - image

અમદાવાદ, રવિવાર

પૂર્વમાં એટીએમ મશીનમાં રૃપિયા ઉપાડવા ગયેલ સિનિયર સિટીઝનોને ઠગ ટોળકીએ ટાર્ગેટ કયા હતા જેમાં એટીએમ મશીનમાં વૃદ્ધોને વાતોમાં ભોળવીને એટીએમ કાર્ડ બદલીને ખાતા માંથી રૃા. ૬૫ હજાર ઉપાડી લીધો હતા. જેમાં નારોલમાં બેન્કમાં કેશિયર તરીકને નોકરી કરીને નિવૃત્ત થયેલા વૃદ્ધને મદદ કરવાના બહાને બે શખ્સોએ એટીએમ કાર્ડ બદલીને રૃા. ૩૨,૨૦૦ ઉપાડી લીધા હતા. જ્યારે ઓઢવમાં બે સિનિયર સિટીઝનને મદદ કરવાના બહાને કાર્ડની અદલા બદલી કરીને બેન્ક ખાતામાંથી રૃપિયા ઉપાડી લીધા હતા.

નોરાલમાં બેન્કના નિવૃત્ત કેશિયર સાથે ઠગાઇ કરી ઃ ઓઢવમાં બે સિનિયર સિટીઝનને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને બેન્કમાંથી રૃપિયા ઉપાડી લીધા

ઘોડાસરમાં રહેતા અને બેન્કમાં કેશિયરની નોકરીમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ  તા. ૨૭ જાન્યુઆરીએ તેમને રૃપિયાની જરૃર હોવાથી વટવા-ઇસનપુર રોડ પર આવેલા બેન્કના એટીએમ મશીનમાં રૃપિયા ઉપાડવા ગયા હતા. ત્યાં તેમને એટીએમ કાર્ડ નાખીને રૃપિયા ઉપાડવાની પ્રોસેસ કરી પરંતુ નીકળ્યા ન હતા. આ દરમ્યાન બે શખ્સો ત્યાં આવ્યા હતા. અને વૃદ્ધને લાવો રૃપિયા કાઢી આપું કહીને તેમને વાતોમાં ભોળવીને કાર્ડ બદલીને ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં વૃદ્ધને જાણ થઇ હતી કે તેમનું કાર્ડ બદલાઇ ગયું છે, જેથી  વૃદ્ધે તપાસ કરતા ગઠિયાઓએ  ટુકડે-ટુકડે કુલ રૃા. ૩૨,૨૦૦ ઉપાડી લઇને ઠગાઇ આચરી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ઓઢવમાં રહેતા અને કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા વૃદ્ધ તા.૧૮ ફ્રેબ્રુઆરીએ ઓઢવમાં એટીએમમાં ગયા હતા તે દરમિયાન અગાઉથી જ એક યુવક ઉભો હતો વૃદ્ધે જેવા રૃપિયા કાઢી લીધા તે દરમ્યાન યુવકે દાદા તમારી સ્લીપ લઇ લો નીચે પડી જશે તેમ કહીને વૃદ્ધનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું બાદમાં વૃદ્ધ ઘરે જતા રહ્યા હતા. કલાક બાદ વૃદ્ધ મોબાઈલમાં મેસેજ આવ્યો કે રૃ. ૧૦ હજાર એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા.

ત્રીજા બનાવમાં ઓઢવમાં રહેતા અને સારંગપુર ડેપોમાં ટાઈમ કીપર તરીકે નોકરી કરે છે. આધેડ તા. ૧૯ ફ્રેબ્રુઆરીએ સોનીની ચાલી પાસે આવેલા બેંકના એટીએમમાંથી રૃપિયા નીકળવા માટે ગયા હતા આ સમયે તેમની બાજુમાં એક શખ્સ હાથમાં રોકડા રૃપિયા લઈને ઉભો હતો તેણે કહ્યું કે તમે પહેલા પૈસા જમા કરાવી લો પરંતુ ઠગ ટોળકીના શખ્સે કહ્યું કે તમે વડીલ છો તમે પહેલા રૃપિયા ઉપાડી લો તેમ કહીને વિશ્વાસમાં લઇ ફરિયાદી પૈસા કાઢીને ગણતા હતા. આ દરમ્યાન શખ્સે તેમનું કાર્ડ લઇ લીધું ઘરે ગયા ત્યારે મેસેજ આવ્યો કે તેમના એકાઉન્ટમાંથી રૃા. ૨૩ હજાર રૃપિયા ઉપડી ગયા છે.  


Google NewsGoogle News