Get The App

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓમિક્રોનને લીધે રદ છતાં વાઇબ્રન્ટ યોજવા સરકાર અધીરી

Updated: Dec 21st, 2021


Google NewsGoogle News
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓમિક્રોનને લીધે રદ છતાં વાઇબ્રન્ટ યોજવા સરકાર અધીરી 1 - image


સ્વિટ્ઝર્લેન્ડ જેવા ઓછા સંક્રમિત દેશમાં

નિષ્ણાતોના મતે, નવા વેરિયન્ટથી ઝડપી સંક્રમણ થતા વૈશ્વિક સ્તરની બેઠક યોજવી જોખમી, હજુ ગંભીર સ્થિતિની  દહેશત

અમેરિકા સહિત કેટલાય દેશોમાં ક્રિસમસની ઉજવણી સ્થગિત: યુ.કે.માં લોકઆઉટ: આ પરિસ્થિતીમાં ગુજરાત કોણ આવશે તે મોટો સવાલ

અમદાવાદ : નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો દિન પ્રતિદીન વધી રહ્યા છે જેથી આખુય વિશ્વ ચિંતાતુર બન્યુ છે. એમિક્રોનથી ઝડપી સંક્રમણ થવાની દહેશતને પગલે સ્વિટર્ઝલેન્ડમાં યોજાનારી વિશ્વ સ્તરીય વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રદ કરાઇ છે.

આગામી દિવસોમાં પરિસિૃથતી વધુ ગંભીર બને તેવી દહેશત પ્રવર્તી રહી છે તેમ છતાંય ગુજરાત સરકાર પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા  મક્કમ છે. ગુજરાત સરકારના જક્કી વલણ પગલે કોરોના વકરશે તેવી લોકોમાં ચિંતા પેઠી ચે.

તા.17થી 21મી જાન્યુઆરી સુધી સ્વિટર્ઝલેન્ડના દાઓસ શહેરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાવવાની હતી પણ યુકે, અમેરિકા , દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં એમિક્રોનના કેસો વધી રહ્યા છે. નવા વેરિએન્ટ એમિક્રોન એટલો જોખમી છેકે, તે ખુબ જ ઝડપથી ફેલાય છે. વધતી જતી મહામારીમાં વૈશ્વિક સ્તરની રૂબરૂ બેઠક યોજવાનુ માંડી વાળવામાં આવ્યુ છે.

દર વર્ષે યોજાતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના લિડરો સહિત આમંત્રિતો બોલાવાય છે. એમિક્રોનને લીધે સિૃથતી વધુ ગંભીર બને તેવી દહેશતને લીધે વિશ્વસ્તરની બેઠક મુલતવી રાખવામાં આવી છે પણ ગુજરાત સરકાર આ મામલે હજુ ગંભીર નથી. ગુજરાતમાં અત્યાર સુધી એમિક્રોનના 14 કેસો નોંધાઇ ચૂક્યા છે. કોરોનાના કેસો પણ રોજેરોજ વધી રહ્યા છે.

આજે પણ કોરોનાના 88 કેસો નોંધાયા હતાં. નિષ્ણાતોએ પણ નવા વેરિએન્ટથી લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે ત્યારે  ગુજરાત સરકારે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. કોરોનાની વકરતી  સિૃથતી અંગે સરકારને ગંભીરતા જ નથી જેના કારણે 31મી ડિસેમ્બરની રાત્રિએ પ્રતિબંધ કડક કરવાને બદલે હળવા કરી દીધા છે.

રાત્રિ કરફયુની સમય મર્યાદા રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી જ રાખવામાં આવી છે. વર્ષની અંતિમ રાત્રીએ અમદાવાદમાં સીજી રોડ,એસજી હાઇવે, આઇઆઇએમ, કાંકરિયા અને વસ્ત્રાપુર તળાવ પર લોકોના ટોળા ઉમટે છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે સરકારે પ્રતિબંધ હળવા કરી દીધા છે.

અમેરિકા,યુકે સહિતના દેશોમાં તો એમિક્રોનના કેસો વધતાં ક્રિસમસની ઉજવણી પણ સૃથગિત કરવા નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર પાટનગર ગાંધીનગરમાં કોઇપણ ભોગે વાઇબ્રન્ટ ગુજરાત યોજવા મકકમ છે. હાલમાં ઇન્ટરનેશનલ ફલાઇટ પણ બંધ છે.

માત્ર લંડન, મસ્કત, અબુધાબી, દુબઇ,શારજાહ અને સિંગાપુરની ફલાઇટો જ ચાલુ છે. આ સિૃથતીમાં આમંત્રિતો કેવી રીતે ગુજરાત આવશે તે સવાલ છે. આમ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મનો ઉપયોગ વધુ હિતાવહ છે તેમ નિષ્ણાતોનું માનવુ છે. અત્યારે તો સરકારના જક્કીવલણને કારણે ગુજરાતીઓને નમસ્તે ટ્રમ્પવાળી થવાનો ડર છે.


Google NewsGoogle News