રોકાણ પર ૩૫ ટકા સુધીના વળતરના નામે રૂપિયા ૧૯.૫૦ કરોડની છેતરપિંડી

ચાર્ટડ એકાઉન્ટન્ટ અને તેના પરિવારના સભ્યો સામે પાલડી પોલીસે ગુનો નોંધ્યો

ફરિયાદીએ રોકાણ કરેલા નાણાં માંગતા પરત આપવાની ના કહીને ખોટા કેસમાં ફસાવી દેેવાની ધમકી આપીઃ તપાસમાં અનેક મોટા ખુલાસાની શક્યતા

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
રોકાણ પર ૩૫ ટકા સુધીના વળતરના નામે રૂપિયા ૧૯.૫૦ કરોડની છેતરપિંડી 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના પાલડી  વિસ્તારમાં રહેતા એક  વેપારીને રોકાણની સામે ૨૫ થી ૩૫ ટકાનું ગેંરટેડ રીટર્ન આપવાની ખાતરી આપીને  ૧૯.૫૦ કરોડની માતબર રકમનું રોકાણ કરાવીને મૌનેશ શાહ નામના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને તેના પરિવારજનોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ મથકે નોંધવામાં આવી છે. વેપારીએ રોકાણના નાણાં પરત માંગતા ચાર્ટડ એકાઉન્ટન્ટે તેને નાણાં આપવાની ના કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.પાલડીમાં આવેલા ધ એડ્રેસ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ મહેતાએ પાલડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે વર્ષ ૨૦૨૧માં તેમના  પુત્ર અક્ષય મહેતાના પરિચિત અને  બેંકમાં નોકરી કરતા એક વ્યક્તિ દ્વારા ચાર્ટડ એકાઉન્ટન્ટ મૌનેશ શાહ (રહે.ગિરિકંદ્રા, રંગકુજ સોસાયટી, નારણપુરા)  સાથે પરિચય થયો હતો.  મૌનેશે અક્ષયને જણાવ્યું હતું કે તે અમદાવાદનો ખ્યાતનામ સીએ છે. જે પોતાના પિતા  ભાવિનભાઇ શાહ,પત્ની દિશા, માતા અને કાકા અલ્પેશ શાહ અને કાકી સોનલબેન શાહ (રહે.સવોદય સોસાયટી, ઘાટલોડિયા) સાથે મળીને શ્રીજી ફાઇનાન્સ નામની પેઢી ધરાવે છે. આ પેઢીમાં રોકાણ માટેના વિવિધ પોર્ટફોલિયો ધરાવીને ૨૫થી ૩૫ ટકા સુધીનું વળતર અપાવે છે. જેથી વિશ્વાસ આવતા અશ્વિનભાઇ અને તેમના પુત્ર અક્ષયને મૌનેલે રોકાણ માટેનું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું. જે પછી ઓક્ટોબર ૨૦૨૦ થી મે ૨૦૨૧ દરમિયાન  અશ્વિનભાઇ અને તેમના પરિવારના સભ્યોએ કુલ ૧૯.૫૦ કરોડનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ, તેણે રોકાણ બાદ પણ મૌનિલે તેમને વળતર આપ્યું નહોતું. જેથી અશ્વિનભાઇએ નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, મૌનેશે  જણાવ્યું હતું કે તે તેમણે જે સ્થળે નાણાં રોક્યા હતા. ત્યાં નાણાં ફસાઇ ગયા છે. જે રીકવર થતા  નાણાં પરત આપી દેશે. આ નાણાં પરત લેવા માટેની પ્રોસેસ માટે  બીજા સાડા નવ લાખની રોકડ માંગી હતી.  જે પછીના મહિનાઓ સુધી કોઇ જવાબ ન મળતા અશ્વિનભાઇએ નાણાં પરત માંગતા તેમને નાણાં આપવાની ના કરીને ખોટા કેસમાં ફસાવીને હાથપગ ભાંગી નખાવાની ધમકી આપી હતી.  આ અંગે પાલડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મૌૈનેશે  સહિત છ લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પોલીસ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોશિએશનમાં રિપોર્ટ કરશે

સીએ મૌૈનેશે શાહ અને તેના પરિવારના સભ્યોએ  કરોડો રૂપિયાની છેતરપિંડી કરી  તે અંગે પોલીસ દ્વારા ચાર્ટડ એકાઉન્ટન્ટ એક એસોશિએશનને પણ રિપોર્ટ કરીને વિગતો મંગાવશે. સાથેસાથે શ્રીજી ફાઇનાન્સના હિસાબો અને તેના પોર્ટફોલિયો અંગે પણ નિષ્ણાંતની મદદ લઇને તપાસ કરવામાં આવશે.

 પોતાના અનેક એનઆરઆઇ ક્લાઇન્ટ હોવાનું કહીને મૌનેશે રોકાણ માટે વિશ્વાસમાં લીધા

મૌૈનેશે શાહ અને તેના પરિવારના સભ્યો ી શ્રીજી ફાઇનાન્સ કંપનીના નામે વ્યવસાય કરતા હતા. અક્ષય મહેતા પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ મળી શકે તેમ હોવાથી આબાદ રીતે છેતરપિંડી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને ચાર્ડટ એકાઉન્ટન્ટની કામગીરીને લઇને અનેક એવોર્ડ મળ્યા છે અને તે અમદાવાદનો ખ્યાતનામ સીએ છે. તેમજ  તેમના વિવિધ પોર્ટફોલિયોમાં અનેક એનઆરઆઇના નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે.   જેથી અક્ષયે વિશ્વાસ કરીને ૧૯.૫૦ કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરી હતી.


Google NewsGoogle News