શાહપુરમાં ટાસ્ક રમીને યુવકે રૃા. ૩.૫૩ લાખ ગુમાવ્યા

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે કહેવતને યથાર્થ કરતો કિસ્સો

રૃા.૧૨ હજાર જમા કરી ૧૬,૬૦૦ પરત આપવાની લાલચ આપી

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
શાહપુરમાં ટાસ્ક રમીને  યુવકે રૃા. ૩.૫૩ લાખ ગુમાવ્યા 1 - image

, રવિવાર

શાહપુરમાં વેપારીને સાઇબર ગઠિયાએ ટાસ્ક પ્રમાણે રૃપિયા કમાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ લિંક મોકલી ટેલીગ્રામ એકાઉન્ટ બનાવડાવીને કુલ રૃા. ૩.૫૩ લાખ ભરાવડાવ્યા હતા. જે રૃપિયા પરત માંગતા વધુ રૃપિયાની માંગણી કરતા ઠગાઇની જાણ થઇ હતી જો કે શરૃઆતમાં રૃા. ૧૨,૦૦૦ એકાઉન્ટમાં જમા કરાવીને રૃા. ૧૬,૬૦૦ નફા સાથે પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એમેઝોનની સાઇટ પર એડ ટુ કાર્ડ કરી તેનો સ્ક્રીન શોટ મોકલવા સહિત જુદા-જુદા ટાસ્ક આપી રૃા.૧૨ હજાર જમા કરી ૧૬,૬૦૦ પરત આપવાની લાલચ આપી 

શાહપુર દરવાજા પાસે રહેતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિના ફોન નંબર ઉપર ફરિયાદ નોંધાવી છે કે ગત ૫ ફ્રેબ્રુઆરી બપોરના સમયે વોટ્સએપ ઉપર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને પોતે ઇન્ફ્લુએન્સર માર્કેટીંગ હબના મેનેજર હોવાનું કહીને ટેલીગ્રામમાં ટાસ્ક પ્રમાણે રૃપિયા મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ સાઇબર ગઠિયાઓએ લીંક મોકલી હતી. જે લીંક યુવકે ઓપન કરતા ટેલીગ્રામ એકાઉન્ટ બન્યું હતું. જેમાં તમામ વિગતો ભરાવડાવીને એકાઉન્ટ બનાવડાવ્યું હતું.

 બાદમાં જુદી-જુદી ટેલીગ્રામ લીંક મોકલીને એમેઝોનની સાઇટ પર એડ ટુ કાર્ડ કરી તેનો સ્ક્રીનશોર્ટ મોકલાવાનો અને અન્ય જુદા-જુદા ટાસ્ક આપીને કુલ રૃા. ૩.૫૩ લાખ ભરાવડાવ્યા હતા. જે બાદ એપ્લીકેશનની એકાઉન્ટમાં નફો પણ સારો બતાવતા હતા. જેથી ફરિયાદીએ રૃપિયા પરત માંગતા વધુ રૃપિયાની માંગણી કરતા ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. જો કે શરૃઆતમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવવા તેમના એકાઉન્ટમાં રૃપિયા જમા કરાવ્યા હતા. 


Google NewsGoogle News