નિરમા યુનિવર્સિટીના LAWના વિદ્યાર્થીઓની બસને અકસ્માત: 1નું મોત 15ને ઇજા
- અમદાવાદથી દીવ ફરવા જતા હતા ત્યારે તળાજા નજીક બસ ઉંધી થઇ જતાં દુર્ઘટના સર્જાઈ
અમદાવાદ તા. 21 ડિસેમ્બર 2019, શનિવાર
અમદાવાદ એસ.જી.હાઈવે નિરમા યુનિવર્સિટીના લો ના વિદ્યાર્થીઓની બસને શનિવારે મોડી સાંજે સૌરાષ્ટ્રમાં અકસ્માત નડ્યો છે ફરવા માટે દિવ જઈ રહેલા વિદ્યાર્થીઓની બસ પલટી ખાઈ જતા લો માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ૧૫ જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે જેમાંથી બે થી ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે.
અમદાવાદથી જલારામ ટ્રાવેલ્સ લખેલી બસ તરફ જવા રવાના થઈ હતી જેમાં નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લો ના વિદ્યાર્થીઓ પણ બેઠા હતા તળાજા મહુવા રોડ પર આ બસ પસાર થતી હતી ત્યારે જાગધાર ના ખાચા પાસે આ બસ એકાએક પલ્ટી ખાઇ ગઇ હતી બસ પલટી ખાઈ જતા અંદર બેઠેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી કોઇ કશું સમજી શકતા ન હતા.
બસ પલટી ખાઈ ગઈ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને અંદર ફસાયેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને લોકોને બહાર કાઢ્યા હતા ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે પ્રાથમિક રીતે જાણવા મળે છે કે નિરમા યુનિવર્સિટી ના લો ના અભ્યાસક્રમ માં ભણતી એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે જેમાં કેટલાક છોકરાઓ અને કેટલીક છોકરીઓ નો સમાવેશ થાય છે વધુ વિગત મેળવાઈ રહી છે.