સિક્યોરીટી એજન્સીના યોગેશ યાદવ પાસેથી પોલીસનો ડ્રેસ મળી આવ્યો
શીલજમાં દુષ્કર્મ- ગેંગ રેપ કેસનો મામલો
યોગેશ યાદવે પીએસઆઇની ઓળખ આપીને ગુના આચર્યા હોવાની શક્યતાઃ બોપલ પોલીસે ગુન નોંધ્યો
અમદાવાદ,રવિવાર
શીલજમાં સાફલ્ય રિનોનમાં દુષ્કર્મ અને લૂંટ કેસની તપાસ દરમિયાન સિક્યોરીટી એજન્સીના યોગેશ યાદવની તપાસ દરમિયાન પોલીસને તેની પાસેથી પોલીસનો નકલી યુનિફોર્મ મળી આવ્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શીલજ લૂંટ અને દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી નિલમ ગોસ્વામી તેમના સ્ટાફ દ્વારા સિક્યોરીટી એજન્સી અને સિક્યોરીટી ગાર્ડ જ્યા રહેતા હતા તે સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં આકાશ સિક્યોરીટી એજન્સીના સંચાલક યોગેશ યાદવ પાસેથી પોલીસને પીએસઆઇનો નકલી યુનિફોર્મ મળી આવ્યો હતો. જેમાં નેમ પ્લેટમાં રોહિતકુમારનું નામ લખ્યું હતું. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે યોગેશ યાદવે પીએસઆઇના નામે અનેક ગુના આચર્યા હોવાની શક્યતા છે આ ઉપરાંત, યોગેશ યાદવે આકાશ સિક્યોરીટી એજન્સીમાં અન્ય સિક્યોરીટી ગાર્ડ પણ નોંધણી વિના જ નોકરીમાં રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.