Get The App

નાણાંની જરૂર પડતા યુવકનું અપહરણ કરીને ગુગલ પે થી ઓનલાઇન લૂંટ કરી

સિંધુ ભવન બાગબાન ચાર રસ્તા પાસેની ઘટના

યુવકને મારીને ૪૦ હજાર ટ્રાન્સફર કરાવાયા હતાઃ બોડકદેવ પોલીસે ત્રણેય યુવકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
નાણાંની જરૂર પડતા યુવકનું અપહરણ કરીને ગુગલ પે થી ઓનલાઇન લૂંટ કરી 1 - image

અમદાવાદ,સોમવાર

 શહેરના થલતેજમાં રહેતા યુવકનું રવિવારે રાતના સમયે બાગબાન ચાર રસ્તા પાસેથી ત્રણ યુવકોએ કારમાં અપહરણ કરીને તેને માર મારીને મોબાઇલમાં ગુગલ પે ની એપ્લીકેશનથી રૂપિયા ૪૦ હજારની ઓનલાઇન લૂંટ કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જે અનુસંધાનમાં બોડકદેવ પોલીસે લૂંટ કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. થલતેજ ભાઇકાકાનગરમાં આવેલા રાધેય એપાર્ટમેન્ટમાં રહેતો ૨૩ વર્ષીય પુજન વસોયા ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરે છે.રવિવારે રાતના નવ વાગ્યાના સુમારે તે બાગબાન ચાર રસ્તાથી ચાલતો ચાલતો એક કાફે તરફ જતો હતો. ત્યારે ત્યાં ઉભી રહેલી એક કારમાં રહેલા ત્રણ યુવકોએ બળબજરીથી કારમાં બેસાડીને કારને શીલજ તરફ હંકારી હતી. ત્યારબાદ તેને મારમારીને મોબાઇલમાં ગુગલ પે નામની એપ્લીકેશન ઓપન કરાવીને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૪૦ હજારની લૂંટ કરી હતી. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરીને  સત્યમ દેસાઇ, આર્યન દેસાઇ અને  આયુષ રબારીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News