નબીરાએ દારૂના નશામાં લક્ઝરી કાર ચલાવીને અનેક વાહનો અડફેટે લીધા

સોલા ભાગવત પાસેની ઘટના

સોલા પોલીસની પીસીઆરના સ્ટાફે કારનો પીછો આરોપીને ઝડપી લીધોઃ મોટી ઘટના બનતા અટકી

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
નબીરાએ દારૂના નશામાં લક્ઝરી કાર ચલાવીને અનેક વાહનો અડફેટે લીધા 1 - image

અમદાવાદ, શનિવાર

પુરઝડપે વાહનચલાવીને અકસ્માત કરનાર તથ્ય પટેલનો કિસ્સો હજુપણ હચમચાવી દે છે. ત્યારે શુક્રવારે સાંજે તથ્યકાંડ બનતા અટક્યો હતો. જેમાં સોલા ભાગવત પાસે બીએમડબલ્યુ કારના ચાલકે દારૂના નશામાં અનેક વાહનોને અડફેટે લીધા હતા. જો કે સોલા પોલીસની પીસીઆર વાનના સ્ટાફે પીછો કરીને અદાણી શાંતીગ્રામના વોટરલીલી એપાર્ટમેન્ટમાં રહેતા પંકજસિંગ નામના યુવકને ઝડપી લીધો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શુક્રવારે રાતના સાડા બાર વાગ્યાના સુમારે પોલીસ કંટેલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે  સોલા ભાગવત મુક્તિધામ જાહેર રસ્તા પર એક બીએમડબલ્યુ કારના ચાલકે  દારૂના નશામાં કાર ચલાવે છે. સાથેસાથે મેસેજ કરનાર વ્યક્તિએ એમ પણ જણાવ્યું હતું કે કાર ચાલકે અનેક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેના આધારે  સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીસીઆર સ્ટાફે પીછો કર્યો હતો અને  જો કે કાર ચાલક સોલા ભાગવતથી  ડીવાઇન બંગલો પાસે પહોંચી  ત્યારે બંધ થઇ જતા તેને ઝડપી લેવામાં આવ્યો છે. કારચાલકે અકસ્માત કર્યો હોવાથી કારનું બમ્પર તુટી ગયું હતું અને ટાયર ફાટી ગયા હતા. પોલીસે દારૂના નશામાં કારચલાવનારની પુછપરછ કરતા તેનું નામ પંકજકુમાર સિંગ (રહે.વોટરલીલી એપાર્ટમેન્ટ, શાંતિગ્રામ, અડાલજ) હોવાનું જાણવા મળ્યું હતું.  આ અંગે એ ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News