Get The App

બાવળામાં કફ સીરપની ૧૦૬૧ બોટલો સાથે બે યુવકોની ધરપકડ

નશા માટે કફ સીરપનું વેચાણ કરતા હતા

કફ સીરપનો જથ્થો પહોંચાડનાર વિરમગામનના સ્થાનિક વ્યક્તિ સહિત ત્રણ લોકો વિરૂધ્ધ ગુનો નોંધાયો

Updated: Sep 4th, 2022


Google NewsGoogle News

 બાવળામાં કફ સીરપની ૧૦૬૧ બોટલો સાથે બે યુવકોની ધરપકડ 1 - imageઅમદાવાદ

બાવળા પોલીસે શનિવારે સાંજના સમયે બે યુવકોને ઝડપીને કફસીરપના વેચાણના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાવળા પાસે ખેતરમાં કફ સીરપનો જથ્થો સંતાડીને સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે રૂપિયા ૧.૭૦ લાખની કિંમતની ૧૦૬૧ જેટલી કફ સીરપની બોટલોનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.બાવળા પોલીસને શનિવાર બાતમી મળી હતી કે કેટલાંક યુવકો ખેતરમાં નશા માટે કફસીરપનું મોટાપાયે વેચાણ કરે છે અને મોટા જથ્થો બાવળા રૂપાલ રોડ પાસેના એક ખેતરમાં છુપાવેલો છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને ખેતરમાં આવી રહેલા જયેશ રાતડિયા અને મેહુલ રાવળ (બંને રહે.ભુંસીનો ખાડો, ત્રીમૂર્તિ હોસ્પિટલ પાછળ, બાવળા)ને ઝડપી લીધા હતા. તેમની પાસે તપાસ કરતા બોક્સમાંથી કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં ખેતરની ઓરડીમાંથી પણ કફસીરપ મળી આવતા પોલીસે કુલ રૂપિયા ૧.૭૦ લાખની કિંમતની કુલ ૧૦૬૧ બોટલ કફસીરપ મળી આવ્યો હતો. જે અંગે પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને જણા સાથે મળીને કફસીરપનું વેચાણ કરતા હતા. બાવળા અને આસપાસના વિસ્તારના લોકો કફસીરપ લેવા માટે આવતા હતા. દારૂની હેરફેર અને વેચાણ  કરતા લોકો પર પોલીસની ઘોંસ વધતા દારૂના બંધાણીઓ કફસીરપ પીવા માટે આવતા હતા. આ કફસીરપનો જથ્થો વિરમગામના થોરીથાંભા ગામમાં રહેતા રણજીત ભરવાડ નામનો  વ્યક્તિ પુરો પાડતો હતો. જેના આધારે પોલીસે નાર્કોટીક્સ ડ્ગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News