Get The App

બાવળામાં સભાસ્થળની પાસે જ કેમેરાવાળુ ડ્રોન ઉડાડી રહેલા ત્રણ યુવકો ઝડપાયા

બાવળા પોલીસે યુવકોની ધરપકડ કરીને ડ્રોન જપ્ત કર્યું

પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક : સિક્યોરીટી પ્રોટોકોલ મુજબ બે કિલોમીટરના અંતરમાં ડ્રોન ઉડાવવાની પરમીશન નથી મળતી

Updated: Nov 24th, 2022


Google NewsGoogle News
બાવળામાં સભાસ્થળની પાસે જ કેમેરાવાળુ ડ્રોન ઉડાડી રહેલા ત્રણ યુવકો ઝડપાયા 1 - image

અમદાવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાવળાની સભામાં સુરક્ષામાં સૌથી મોટી ચૂક બહાર આવી છે. જેમાં ચૂંટણી સભા દરમિયાન સભાના ડોમની આસપાસ એક કેમેરા વાળુ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. જે બાબત ધ્યાનમાં આવતા ઉચ્ચ અઘિકારીઓએ એલર્ટ મોડ પર આવીને કેમેરાવાળું ડ્રોન જપ્ત કરીને ઓઢવમાં રહેતા ત્રણ યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિક્યોરીટી પ્રોટોકોલમાં તેમના લોકેશનની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં કોઇ ડ્રોન ઉડાવવાની પરવાનગી હોતી નથી. જો કે બાવળામાં ગુરૂવારે પ્રધાનમંત્રી સભા સમયે કેમેરા વાળુ ડ્રોન ઉડતા જોવા મળતા તંત્ર દોડતુ થયુ હતુ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલાએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા આ ડ્રોન  નીકુલ પરમાર (રહે.મહાકાળીનગર,ઓઢવ) રાકેશ ભરવાડ (રહે.ભરવાડ વાસ, ઓઢવ) અને રાજેશ પ્રજાપતિ (રહે.ઓઢવ) ત્રણ યુવકો ઉડાડયું હોવાનું જાણવા મળ્યું હતું. જે પોલીસે જપ્ત કરીને તમામની પુછપરછ હાથ ધરી હતી. જો કે તેમને સુરક્ષા પ્રોટોકોલ અંગે જાણ ન હોવાને કારણે ડેન ઉડાડયું હોવાનું કબુલ્યું હતુ.ં આ અંગે બાવળા પોલીસે ત્રણેય યુવકને ઝડપી વધુ પુછપરછ હાથ ધરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ જણાવ્યું હતું આ ડ્રોન પ્રોફેશનલ ફોટોગ્રાફરનું હતુ. સાદો કેમેરો ધરાવતું હતું. જે અંગે ગુનોે નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News