આરોપીઓ દર મહિને મુંબઇથી ૪૦ લાખનું એમ ડી ડ્રગ્સ વેચાણ કરતા હતા

બાપુનગરમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં ખુલાસો

છેલ્લાં ત્રણ વર્ષથી બાપુનગરમાં એમ ડી ડ્રગ્સનો કારોબાર કરતા હતાઃ અનેક ડ્રગ્સ પેડલર અને ગ્રાહકોના નામ પોલીસને પુછપરછ દરમિયાન મળી આવ્યા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
આરોપીઓ  દર મહિને મુંબઇથી ૪૦ લાખનું એમ ડી ડ્રગ્સ વેચાણ કરતા હતા 1 - image

અમદાવાદ,શુક્રવાર

શહેરના બાપુનગરમાં મનુસાહેબની ચાલીમાંથી રૂપિયા૨૦ લાખની કિંમતના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા દંપતિની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમા મોહમંદ સાદીક અંસારી દર ૧૫ દિવસે મુંબઇથી ૨૦૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ લાવીને રૂકસાનાબાનું સાથે મળીને વેચાણ કરતો હતો.  બંને જણા ડ્રગ્સની આદતને કારણે ત્રણ વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં લગ્ન કરીને સાથે રહેતા હતા.   આમ  બંને જણા પ્રતિમાસ ૪૦ લાખથી વધારેની કિંમતનું એમ ડી ડ્રગ્સ વેચાણ  કરતા હતા. ત્યારે આ કેસની તપાસમાં એમ ડી ડ્રગ્સના નેટવર્કને લઇને મહત્વની કડી પણ પોલીસને મળી છે. અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાપુનગરમાં મોંહમંદ સાદીક અંસારી અને રૂકસાના બાનું નામની મહિલાને ૨૦ લાખના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપીને સઘન પુછપરછ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મોહમંદ અંસારીને ડ્રગ્સની આદત હોવાથી તેની પત્નીએ તેને તલાક આપ્યા હતા અને બીજી તરફ રૂકસાનાને પણ ડ્રગ્સની આદત હોવાને કારણે સંપર્કમાં આવ્યા હતા અને લગ્ન કરીને સાથે જ ડ્રગ્સનો કારોબાર કરતા હતા.  બંને જણા પાસે ૧૦૦થી વધુ નિયમિત ગ્રાહકો હતા. તેમજ અન્ય લોકોને પણ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. જેથી મોહમંદ  અંસારી દર પંદર દિવસે મુંબઇથી ૨૦૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ લાવતો હતો. આમ, તે દર મહિને ૪૦ લાખનું ડ્રગ્સ વેચાણ કરતા હતા. પોલીસને તેમની પાસેથી ડ્રગ્સની ખરીદી કરતા અનેક લોકોના નામ પણ જાણવા મળ્યા છે. ત્યારે આ કેસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Google NewsGoogle News