ગઠિયાઓએ અમદાવાદની બેકોમાં ચિલ્ડ્રન બેંકની કરન્સી જમા કરાવી દીધી

એસઓજીએ અલગ અલગ બેંકોમાં ૧૫૨૩ જેટલી બનાવટી નોટો જમા કરવામાં આવીઃ રિઝર્વ બેેંકથી લઇને સહકારી બેંકોએ ફરિયાદ નોંધાવી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ગઠિયાઓએ અમદાવાદની બેકોમાં ચિલ્ડ્રન બેંકની  કરન્સી જમા કરાવી દીધી 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ શહેરમાં આવેલી રિઝર્વ બેંક, ખાનગી બેંક અને  અલગ અલગ સહકારી બેંકમાં રૂપિયા બે હજાર, પાંચસોબસો અને સો રૂપિયાની રૂપિયા ૬.૭૦ લાખની બનાવટી નોટો જમા કરાવવામાં આવી હોવાની ફરિયાદ એસઓજીમાં નોંધવામાં આવી છે. જેમાં કેટલાંક ગઠિયાઓએ ચિલ્ડ્રન બેંકની  નોટો પણ બેંકમાં જમા કરાવી દીધી હોવાનું પણ ફરિયાદમાં જાણવા મળ્યું છે. શહેરમા આવેલી વિવિધ બેંકોમા ં  કેટલાંક  લોકો દ્વારા  બનાવટી ચલણીની નોટો જમા  થતી હોય  છે. જે અંગે  બેંકના અઘિકારીઓએ દ્વારા સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. સાથેસાથે એસઓજીમાં બનાવટી ચલણી નોટો પણ જમા કરાવવામાં આવે છે. છેલ્લાં એક વર્ષમાં અમદાવાદમાં આવેલી અભ્યુદય બેંક, સારસ્વત બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યશ બેંક, ડીસીબી બંેંક, કાલુપુર બેંક, આઇડીબીઆઇ, બેંક ઓફ બરોડા, એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંક, કોટક મહિન્દ્રાઆઇસીઆઇસીઆઇ બેંક,એચડીએફસી બેેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નાણાં જમા કરાવવા આવેલા લોકોએ બનાવટી નોટો પણ જમા કરાવી દીધી હતી. વિવિધ બેંકોએ એસઓજીમાં આપેલી માહિતી મુજબ  રૂપિયા ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦  અને બે હજારની દરની કુલ ૧૫૨૩ જેટલી બનાવટી ચલણી નોટો બેંકોમાં  જમા કરાવવામાં આવી હતી. સૌથી નવાઇની વાત એ છે કે આ બનાવટી ચલણી નોટોમાં ચિલ્ડ્રન બેંકની નોટો પણ બેંકમાં ઘુસાડી દેવામાં આવી હતી.   બેંકોમાં બનાવટી ચલણી નોટો બેંકમાં જમા કરાવીને બજારમાં ગેરકાયદેસર રીતે ફરતી કરવાનું સુવ્યવસ્થિત નેટવર્ક પણ ચાલે છે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News