બળાત્કારની ફરિયાદ કરનાર યુવતી અને તેની બહેન વિરુદ્વ ગુનો નોંધાયો

સુપર સ્ટોરના માલિક સામે નોંધાયેલી બળાત્કારની ફરિયાદમાં નવો વળાંક

બ્લેક મેઇલ કરીને ફ્લેટ અને લાખો રુપિયા પડાવી લીધાનો આરોપઃ બોડકદેવ પોલીસે ગુનો નીં તપાસ શરુ કરી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
બળાત્કારની ફરિયાદ કરનાર યુવતી અને તેની બહેન વિરુદ્વ ગુનો નોંધાયો 1 - image

અમદાવાદ, રવિવાર

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના બજરંગ સુપર સ્ટોરના માલિક હસમુખ પ્રજાપતિ સામે થલતેજમાં રહેતી એક યુવતીએ બળાત્કારની અને અન્ય એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હસમુખ પ્રજાપતિ ની ધરપકડ કરી હતી.જો કે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં બજરંગ સુપર સ્ટોરના માલિક હસમુખભાઇએ યુવતી અને તેની બહેન સામે જ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હસમુખભાઇએ આરોપ મુક્યો  છે કે યુવતીએ તેમની પાસે લાખો રૂપિયા અને ફ્લેટ મેળવી લીધા હતા સાથે જ હસમુખભાઇને  ગોંધી પણ રાખ્યા હતા. આ  અંગે બોડકદેવ પોલીસે બંને બહેનો સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે..  શહેરના સિંધુભવન રોડ પર આવેલા બજરંગ સુપર સ્ટોરના માલિક હસમુખ પ્રજાપતિ સામે થોડા સમય પહેલા બોડકદેવ પોલીસસ્ટેશનમાં બળાત્કાર સહિત બે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. જો કે હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. જમાં  હસમુખ પ્રજાપતિએ યુવતી અને તેની બહેન સામે છેતરપિંડી, બ્લેકમેઇલ કરીને નાણાં પડાવવા અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. હસમુખ પ્રજાપતિએ ફરિયાદમાં  ઉલ્લેખ કર્યો છે કે તેના સ્ટોર પર યુવતી આવતી હતી ત્યારે અને સ્ટોરની એપ્લીકેશન બનાવવાની હતી ત્યારે બંને વચ્ચે મુલાકાત અને મિત્રતા થઇ હતી.જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી. જો કે થોડા સમય સુધી સંબંધ રહ્યા બાદ યુવતીને ફ્લેટના જ કોઇ યુવક સાથે પણ આડા સંબંધ હોવાની હસમુખને જાણ થઇ હતી. જેથી હસમુખે સંબંધ રાખવાની મનાઇ કરતા યુવતીએ મરી જવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તો વર્ષ 2022માં ગર્ભપાત કરાવ્યો ત્યારે પણ લાખો રૂપિયા અને ફ્લેટ પણ પડાવી  હતો.  અને આ કેસમાં સમાધાનની ખાતરી આપીને  યુવતીએ ફરિયાદ પરત લીધી નહોતી.  અને હસમુખભાઇને સંબંધીના ત્યાં લઇ જઇ ગોંધી રાખ્યા હતા. આમ યુવતીએ લાખો રુપિયા  અને  કરોડોની કિંમતનો ફ્લેટ પડાવવાની સાથે અને ખોટી ફરિયાદો નોંધાવી ધમકીઓ આપી  હોવાના આક્ષેપ  સાથેની ફરિયાદ હસમુખભાઇએ નોંધાવતા બોડકદેવ પોલીસે શ્યામા નામની યુવતી  અને તેની બહેન તૃપ્તી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


Google NewsGoogle News