Get The App

ઓટો કન્સલન્ટન્ટે ક્રિપ્ટોમાં કમાવવા જતા ૯૮ લાખની માતબર રકમ ગુમાવી

અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો

રોકાણના નાણાં પરત લેવા વીઆઇપી ચેનલમાં એડ થઇને આઠ લાખ જમા કરાવવાનું કહેતા છેતરપિંડીની ખબર પડી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ઓટો કન્સલન્ટન્ટે ક્રિપ્ટોમાં કમાવવા જતા ૯૮ લાખની માતબર રકમ ગુમાવી 1 - image

અમદાવાદ, સોમવાર

શહેરના નરોડા વિસ્તારમાં ઓટો કન્સલન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા વ્યક્તિને  ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની સામે બે થી ત્રણ ગણી આવક અપાવવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ૯૮ લાખ રૂપિયા પડાવી લેવાયાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. શહેરના નરોડામાં આવેલા વિષ્ણુ પાર્ક સોસાયટીમાં રહેતા નરેશ કમનાની ઓટો કન્સલન્ટન્ટનો વ્યવસાય કરે છે. તેમને ગત ડિસેમ્બર ૨૦૨૩માં એક મેસેજ આવ્યો હતો. જેમાં શેરબજારમાં ટીપ્સ આપીને પ્રતિદિન બે થી ત્રણ ટકા અપાવવાની ખાતરી આપી હતી. જે બાદ તેમને એક વોટ્સએપ ગુ્રપમાં એડ કરીને ટીપ્સ આપવામાં આવતી હતી. જો કે માર્ચ ૨૦૨૪માં શેરબજારમાં મંદી હોવાથી તેમને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની સામે બે થી ત્રણ ગણા નફાની ખાતરી આપી હતી.  જેમાં ઓનલાઇન કેટલીક ટીપ્સ જોઇને  નરેશભાઇને લાલચ જાગી હતી. તે પછી લોગ ઇન આઇડી મેળવીને ૪ એપ્રિલથી ૭ જુન દરમિયાન ૯૮ લાખ રૂપિયા ઓનલાઇન જમા કરાવ્યા હતા. આ સાથે આઇપીઓમાં રોકાણની ટીપ્સ પણ આપવામાં આવતી હતી. સાથેસાથે ઓનલાઇન નફો પણ બતાવવામાં આવતો હતો. જેથી નરેશભાઇએ રોકાણ પરત લેવા માટેની રીકવેસ્ટ કરતા તેમને વીઆઇપી ગુ્રપમાં સાડા આઠ લાખ જમા કરાવીને એડ થવાનું કહીને નાણાં પરત આપવાનું કહેવાતા નરેશભાઇને શંકા ગઇ હતી અને  તેમણે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 


Google NewsGoogle News