Get The App

૧૪ વર્ષની કિશોરીને દારૃ પીવડાવી નરાધમો દ્વારા ગેંગરેપની કોશિશ

મોડીરાતે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
૧૪ વર્ષની કિશોરીને દારૃ પીવડાવી નરાધમો દ્વારા ગેંગરેપની કોશિશ 1 - image

વડોદરા,આણંદ જિલ્લાના એક ગામમાં ૧૪ વર્ષની કિશોરીને ત્રણ આરોપીઓએ દારૃ પીવડાવીને રેપ કરવાની કોશિશ કરી હતી. કિશોરીને સારવાર માટે મોડી રાતે  સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સગીરાઓ સાથેના ગુનાઓ વધી રહ્યા છે. નવરાત્રિમાં વડોદરાના ભાયલી ગામની સીમમાં ધો.૧૧ ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ  કરવામાં આવ્યો હતો. પોલીસે આજે આ જધન્ય અપરાધના ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.  ત્યારે આવી જ એક શરમજનક ઘટના આણંદ જિલ્લાના એક ગામમાં બની છે. જેમાં ત્રણ આરોપીઓએ ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે ૧૪ વર્ષની કિશોરીને દારૃ પીવડાવ્યો હતો. ત્યારબાદ તેઓએ કિશોરી સાથે ગેંગરેપની કોશિશ કરી હતી.  આ અંગે ખંભોળેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં ભોગ બનનાર કિશોરીને સારવાર માટે સૌ  પ્રથમ સી.એચ.સી. સારસામાં લઇ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે કિશોરીને સયાજી હોસ્પિટલમાં મોડીરાતે દાખલ કરવામાં આવી છે. તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News