Get The App

દારુ,જુગારના કેસમાં તે જ પકડાવ્યો કહી બાતમીદાર ઉપર ઘાતક હુમલો

ટોળુ ભેગું થયું એટલે તું બચી ગયો હવે પછી દખલગીરી કરીશ તો મારી નાખીશું

યુવકને ત્રણ શખ્સે બેઝબોલ, દંડાથી ઢોર માર માર્યો

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
દારુ,જુગારના કેસમાં તે જ પકડાવ્યો કહી  બાતમીદાર ઉપર ઘાતક હુમલો 1 - image

અમદાવાદ, રવિવાર

ઇસનપુરમાં ત્રણ શખ્સોએ ભેગા મળીને તુ કેમ અમારા કામમાં દખલગીરી કરે છે અને તે મને જુગારમાં કેસમાં પકડાયો હતો કહીને પોલીસના બાતમીદાર યુવકને બેઝબોલના દંડાથી ઢોર માર  માર્યો હતો. જો કે ૨૫થી વધુ લોકોનું ટોળુ ભેગુ થતા ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

ઇસનપુરમાં તું કેમ અમારા કામમાં દખલગીરી કરે છે કહીને યુવકને ત્રણ શખ્સે બેઝબોલ, દંડાથી ઢોર માર માર્યો

ઇસનપુરમાં રહેતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઇસનપુરમાં રહેતા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૬ ડિસેમ્બરે રાત્રીના સમયે તેઓ તેમના મિત્ર સાથે બાપા સીતારામ મઢુલી પાસે ઉભા રહીને વાતો કરતા હતા. દરમિયાન ત્રણયે  શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તું અમારા કામમાં દખલગીરી કેમ કરે છે અને તે મને જુગારના કેસમાં પકડાયો હતો કહીને ત્રણેય શખ્સોએ બિભત્સ ગાળો બોલીને તારે કાળી તલાવડી તરફ આવવાનું નહી કહીને બેઝબોલ અને લાકડાના દંડાથી  ઢોર માર માર્યો હતો. 

આ સમયે આસપાસના ૨૫થી વધુ લોકો ભેગા થતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા  જતા જતા આજે તો લોકોનું ટોળું ભેગુ થતાં તું બચી ગયો છે હવે પછી અમારા કામમાં દખલગીરી કરીશ તો જાનથી મારી નાખીશું તેમ કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News