ડોક્ટરોના ગરબામાં રાષ્ટ્ર ભક્તિનો માહોલ : રોજ રાષ્ટ્રગીત ગવાયા છે

આઇએમએ યુગ શક્તિમાં ગરબાના અંતે રાષ્ટ્રગીતના પ્રારંભ સાથે જ મેદાન પર ખેલૈયાઓ અને દર્શકો ઉભા થઇને સલામી આપે છે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ડોક્ટરોના ગરબામાં રાષ્ટ્ર ભક્તિનો માહોલ : રોજ રાષ્ટ્રગીત ગવાયા છે 1 - image


વડોદરા : નવરાત્રિ તેના મધ્યાંતર તરફ આગળ વધી રહી છે. વડોદરાના ખેલૈયાઓ ગરબમાં મસ્ત બન્યા છે જાણે આખુ શહેર જ ગરબા મેદાન બની ગયુ હોય તેવો માહોલ ઠેર ઠેર યોજાયેલ ગરબાના કારણે જોવા મળી રહ્યો છે આ વખતે તો ડોક્ટરોની રાષ્ટ્રિય સ્તરની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરા ચેપ્ટરે ગરબાનું આયોજન કર્યું છે.

આઇએમએ યુગ શક્તિ તરીકે ઓળખાતા આ ગરબા અક્ષર ચોક પાસે રિલાયન્સ મોલની પાછળ યોજાઇ રહ્યા છે. સ્વાભાવિક છે કે ડોક્ટરોના ગરબા હોવાથી અહી સ્વચ્છતાના માપદંડ ઉંચા રહેવાના તે સાથે સાથે રોજ અહી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ માટેના અને સમાજ ઉપયોગી કાર્યોના પણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. મહત્વની વાત એ છે કે ગરબા સામૂહિક કાર્યક્રમ હોવાથી લોકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને તે માટે રોજ રાત્રે રાષ્ટ્રગીત બાદ જ ગરબાની સમાપ્તી થાય છે. રાષ્ટ્રગીતનો પ્રારંભ થાય ત્યારે મેદાન પર હજારો ખેલૈયા, દર્શકોની સાથે બહાર ફુડકોર્ટમાં બેસેલા વ્યક્તિઓ, પાર્કિંગમાં બેસેલા વ્યક્તિઓ પણ પોતાના સ્થાન પરથી ઉભા થઇને રાષ્ટ્રગીતને સન્માન આપે છે ત્યારનું દ્રશ્ય જોવા લાયક હોય છે.


Google NewsGoogle News